કોરોનાનો કહેર યથાવત: વડોદરાના મેયર કોરોનાથી થયા સંક્રમિત, હોમ ક્વોરન્ટાઈન થયા

- Advertisement -
Share

વડોદરાના મેયર કેયુર રોકડીયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પોતે કોરોના સંક્રમિત થયા હોવાની જાણકારી આપી છે. તેઓએ લખ્યું છે કે છેલ્લા 3-4 દિવસથી કોરોનાના પ્રારંભિક લક્ષણો દેખાતા કોવિડ-19 માટેનો આરટી પીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતાં ડોક્ટરની સલાહ પ્રમાણે હોમ ક્વોરન્ટાઈન થયો છું. છેલ્લા 3 દિવસથી મારા સંપર્કમાં આવેલાં સૌને કાળજી રાખવા અને ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરી હતી.

હાલ રાજ્યભરમાં કોરોનાનાં કેસોએ હાહાકાર મચાવ્યો છે. તેવામાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાના મેયર કેયુર રોકડીયા કોરોના સંક્રમિત થયા છે. અને હાલ તેઓ હોમ ક્વોરન્ટાઈન થયા છે. કેયુર રોકડીયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આ વાતની જાણકારી આપી છે. વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો આંક 26,441 પર પહોંચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો આંક 26,441 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 246 પર સ્થિર રહ્યો છે. બુધવારે વધુ 83 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કર્યા હતા. જેથી અત્યાર સુધીમાં કુલ 25420 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 775 એક્ટિવ કેસ પૈકી 112 દર્દી ઓક્સિજન ઉપર અને 61 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 602 દર્દીની હાલત સ્થિર છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!