બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે દારૂ ભરેલી ટ્રક સાથે એક શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

પોલીસે કુલ રૂ. 22,75,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે સોમવારે છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. જેમાં પોલીસે દારૂની 11,520 જેટલી બોટલો જપ્ત કરી કુલ રૂ. 22,75,140 ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ અંગે એક શખ્સને ઝડપી પાડી એલ.સી.બી. પોલીસે છાપી પોલીસ સ્ટેશનને સોંપી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલ.સી.બી. પોલીસે એક દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે.
જેમાં એલ.સી.બી. પોલીસે છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી રાહે બાતમી દરમિયાન એક છીંકણી કલરની બોડીવાળુ ટ્રક નં. GJ-01-AU-4514 માં દારૂ ભરીને ડીસા-પાલનપુર તરફથી આવી ઉંઝા તરફ
જવાની છે. જે બાતમીના આધારે પાલનપુર-સિદ્ધપુર હાઇવે રોડ ઉપર ધારીવાડા પાટીયા નજીક નાકાબંધી કરી ઝડપી પાડી હતી.

 

આ ટ્રકના ડ્રાઇવર શખ્સ સંતોષસિંહ (રહે. બાડમેર, રાજસ્થાન) વાળાના ટ્રક તપાસ કરતાં રાયડા અને મગફળીઓની બોરીઓની આડમાં દારૂની 11,520 જેટલી બોટલો જેની કિંમત રૂ. 13,52,000 સહીત કુલ
મુદ્દામાલ રૂ. 22,75,000 નો જપ્ત કર્યો હતો. આ અંગે ટ્રક ચાલકની અટકાયત કરી એલ.સી.બી. પોલીસે છાપી પોલીસ સ્ટેશનને સોંપી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!