ડીસામાં વધુ એક બાઇકની ઉઠાંતરી થતાં ચકચાર

- Advertisement -
Share

ડીસા ઉત્તર પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી : છાશવારે મોટર સાઇકલની ઉઠાંતરીથી ડીસા ઉત્તર, દક્ષિણ અને તાલુકા પોલીસ નિંદ્રામાં

 

ડીસાના બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર આગળ પાર્કીંગમાં પાર્ક કરેલ પલ્સર મોટર સાઇકલની કોઇ અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરી પલાયન થઇ જતાં ચકચાર મચી ગઇ છે.
આ અંગે ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં વાહન ચોરીની ગેંગ સક્રીય થઇ હોય તેમ એક પછી એક વાહનોની ચોરીની ઘટનાને અંજામ આપી રહી છે.
જાણે ચોરોને કોઇ પોલીસનો ડર ન હોય તેમ એક પછી એક મોટર સાઇકલની ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.

 

દિવસેને દિવસે વાહનોની ચોરીની ઘટના બનતાં પોલીસ સામે પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. ડીસામાં વધુ એક મોટર સાઇકલની ઉઠાંતરીની ઘટના સામે આવી છે.

 

ડીસાના ઇન્દિરાનગર રોડ પર આવેલ ચુનીકાકા પાર્કમાં રહેતાં રોનક જગદીશભાઇ ઠક્કર સંગીતકારનો ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

 

તા. 25/04/2022 ના રોજ પોતાનું પલ્સર મોટર સાઇકલ લઇ રાત્રિના 9:00 વાગ્યાના આજુબાજુ ડીસાના જલારામ મંદિરની સામે આવેલ બિઝનેસ વર્લ્ડ શોપિંગમાં આર.કે. મ્યુઝીક વર્લ્ડ નામની સંગીતની દુકાન

 

આવેલી હોવાથી અને હાલ લગ્નની સીઝન હોવાથી તે પોતાનું મોટર સાઇકલ લઇ બિઝનેસ વર્લ્ડ શોપિંગના પાર્કીંગમાં પોતાનું પલ્સર મોટર સાઇકલ પાર્ક કરી પોતાની દુકાને ગયા હતા અને હાલ લગ્નની સીઝન

 

હોવાથી આખી રાત પોતાની દુકાને કામ કર્યું હતું અને સવારે જ્યારે પોતાનું કામકાજ પતાવી સવારે આશરે સાડા આઠ વાગ્યાના આજુબાજુ ઘરે જવા માટે પોતાની દુકાનથી આવી જ્યાં તેમને પલ્સર મોટર સાઇકલ
નં. GJ-08-BQ-8647 વાળુ જેની કિંમત રૂ. 45,000 પાર્ક કર્યું હતું. તે જગ્યાએ જોવા મળ્યું નહી. જે બાદ રોનક જગદીશભાઇ ઠક્કરે પોતાના પલ્સર મોટર સાઇકલની શોધખોળ હાથ ધરી હતી.

 

પરંતુ ક્યાંય પોતાનો પલ્સર મોટર સાઇકલ મળી આવેલ નહીં. જે બાદ રોનક જગદીશભાઇ ઠક્કરને જાણ થયેલ કે પોતાના મોટર સાઇકલની કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી ફરાર થઇ ગયો છે.
જે બાદ રોનક જગદીશભાઇ ઠક્કરે ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!