થરાદ તાલુકા પંચાયત કચેરીમાં અધિકારીઓ અને સ્ટાફ માસ્ક વગરનો વિડીયો વાયરલ થતાં ચકચાર

- Advertisement -
Share

થરાદ તાલુકા પંચાયત કચેરીમાં અધિકારીઓ અને સ્ટાફ માસ્ક વગરનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. ત્યારે કોરોનાના નિયમોને નેવે મૂકી અધિકારીઓ અને સ્ટાફના માણસો માસ્ક વગર બેસી કોવિડ-19ના ખુલ્લેઆમ નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. સામાન્ય નાગરીકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે. ત્યારે અધિકારીઓ અને સ્ટાફના માણસો સામે પગલાં કેમ ભરાતાં નથી તેને લઇને અનેક સવાલો ઉભા થયા છે તેમજ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

 

 

 

 

થરાદ તાલુકા પંચાયતના અધિકારીઓ અને સ્ટાફ માણસોનો વિડીયો ઉતરે છે તેવું માલુમ પડ્યા બાદ માસ્ક આમ તેમ શોધવા માંડ્યા હતા. વાયરલ વિડીયો 2 દિવસ પહેલાંના હોવાનું અનુમાન. પોતે અધિકારીઓ અને સ્ટાફના માણસો માસ્ક વગર તો લોકોને બોધપાઠ શું આપશે..?

 

 

 

 

હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના થરાદ શહેરમાં તાલુકા પંચાયત કચેરીમાં અધિકારીઓ અને સ્ટાફના માણસો માસ્ક વગરનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. ત્યારે કોરોનાના નિયમોને નેવે મૂકી અધિકારીઓ અને સ્ટાફના માણસો માસ્ક વગર બેસી કોવિડ-19ના ખુલ્લેઆમ નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. સામાન્ય નાગરીકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે. ત્યારે અધિકારીઓ અને સ્ટાફના માણસો સામે પગલાં કેમ ભરાતાં નથી તેને લઇને અનેક સવાલો ઉભા થયા છે તેમજ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

 

 

 

 

પોલીસની બેવડી નીતિથી કોરોના મહામારીમાં ગરીબ લોકોને 2 ટાઇમનું ભોજન મળતું નથી. ત્યારે તેના પાસેથી રૂ. એક હજારનો દંડ વસૂલ કરાય છે. જ્યારે થરાદ તાલુકા પંચાયતમાં માસ્ક વગર બેસી અધિકારીઓ અને સ્ટાફના માણસો કોરોનાના સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડાવે છે તો પોલીસ કેમ વિરોધમાં કોઇ કાર્યવાહી કરતી નથી..?

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!