પાલનપુરમાં ભૂલી પડેલી માનસિક અસ્થિર યુવતીને 181ની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું

- Advertisement -
Share

પાલનપુરમાં ભૂલી પડેલી અસ્થિર મગજની યુવતી પાસેથી મળેલા મોબાઇલ નંબરના આધારે બનાસકાંઠા 181 અભયમ ટીમે વાયા વાયા તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને પાટણથી આવેલા સંબંધીઓને હેમખેમ સોંપી હતી.

આ અંગે બનાસકાંઠા 181 અભયમના કાઉન્સેલર કોમલબેન પ્રણામીએ જણાવ્યું હતું કે, શહેરમાં એક યુવતી એકલી અટુલી ફરતી હોવાનો કોલ મળતા મહિલા પોલીસ મીનાક્ષીબેન સાથે સ્થળ ઉપર ગયા હતા. જ્યાં તેની પુછપરછ કરતાં તે અસ્થિર મગજની હોવાનું જણાયું હતું. તે વારંવાર બોલ બોલ કરતી હતી પરિવારનું સરનામું પુછતા અમદાવાદ અમદાવાદ એમ બોલતી હતી.
દરમિયાન તેની પાસે રહેલા પાકીટમાંથી કાગળ ઉપર લખેલો એક મોબાઈલ નંબર મળ્યો હતો. જેના ઉપર સંપર્ક કરતા તે આ યુવતીના દૂરના સગાનો હતો. જેમના પાસેથી અન્ય નંબરો મેળવી આખરે અમદાવાદ ખાતે રહેતા તેના પતિ સાથે સંપર્ક થયો હતો. તેમજ પાટણમાં રહેતા તેના ભાઈઓનો પણ સંપર્ક થયો હતો. જેઓ પાલનપુર આવતાં યુવતીને હેમખેમ તેમને સોંપવામાં આવી હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!