બનાસકાંઠામાં ડ્રગ્સ ઇન્સ્પેક્ટર લાંચ લેતાં ઝડપાતાં ફાર્માસીસ્ટ એસોસીએશનમાં ખુશીની લહેર પ્રસરી

- Advertisement -
Share

ઓફીસમાં કેક કાપી અધિકારીઓને ભ્રષ્ટાચાર ન કરવા મેસેજ આપ્યો

 

પાલનપુરમાં 5 દિવસ અગાઉ રૂ. 5,000 ની લાંચ લેતાં ડ્રગ્સ ઇન્સ્પેક્ટર ચિત્રાંગ પટેલ અને વચેટીયો ઝડપાયો હતો. આ લાંચમાં ઝડપાતાં ભ્રષ્ટાચારી અધિકારીઓથી પીડીત ફાર્માસીસ્ટો મંગળવારે ફૂડ એન્ડ
ડ્રગ્સ ઓફીસ આગળ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી અને ઓફીસમાં કેક કાપી અધિકારીઓને ભ્રષ્ટાચાર ન કરવા મેસેજ આપ્યો હતો.
બનાસકાંઠા જીલ્લામાં સરકારી કર્મચારીઓ અને કામ નીકાળવા માટે લાંચ લેતાં હોય તેવા બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે.
ત્યારે 5 દિવસ અગાઉ પાલનપુરમાં ડ્રગ્સ ઇન્સ્પેક્ટર અને વચેટીયો રૂ. 5,000 ની લાંચ લેતાં પાલનપુર એ.સી.બી.ની ટીમે ઝડપી પાડયા હતા.
જે બાદ લાંચ લેતાં સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયો હતો. ત્યારે 5 દિવસ અગાઉ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર લાંચ લેતાં ઝડપાતાં ફાર્માસીસ્ટ એસોસીએશનમાં આનંદની લાગણી છવાઇ હતી.
જયારે ફાર્માસીસ્ટોએ મંગળવારે ફૂડ એન્ડ ડ્રગ્સ ઓફીસ આગળ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી અને ઓફીસમાં કેક કાપી અધિકારીઓને ભ્રષ્ટાચાર ન કરવા મેસેજ આપ્યો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!