પાલનપુરમાં રવિવારે દુ:ખદ ઘટના બની હતી. પાલનપુરની સાત ખાનગી હોસ્પિટલમાં ઓકિસજન બેડ ન મળ્યુ હતું. સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર આગળ જ રિક્ષામાં પતિએ દમ તોડ્યો હતો.

વડગામના પીરોજપુરાની કોરોના વોરિયર આશાબહેન પોતાના પતિને ન બચાવી શકતાં ચોંધાર આંસુએ રડી પડી હતી. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર રિક્ષામાં ચોંધાર આંસુએ રડતા આશાબહેને આક્રોશ સાથે જણાવ્યું હતુ કે,
“રવિવારે બપોરે 7 જેટલી ખાનગી હોસ્પિટલમાં ફરી આવ્યા બાદ કોઈ જગ્યાએ ઓક્સિજન બેડ ના મળતા છેલ્લે સિવિલ હોસ્પિટલમાં લાવતા ત્યાં પણ બેડ ના મળતા મારા પતિનું મોત નિપજ્યું હતુ.
From – Banaskantha Update