વડગામ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા નાંદોત્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

- Advertisement -
Share

વડગામ તાલુકાના આરોગ્ય અધિકારી ર્ડા. પ્રકાશભાઈ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાંદોત્રા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં નાંદોત્રા તેમજ આજુબાજુના ગ્રામજનોના સહયોગથી 51 બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું.

[google_ad]

 

આ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા એકઠું કરેલ રક્ત જરૂરીયાતમંદ સગર્ભાબેનોને વિનામૂલ્યે આપવામાં આવશે. આ તમામ બ્લડ ગાયત્રી બ્લડ બેંકમાં જમા કરવામાં આવ્યું છે. આ બલ્ડ બેંક સાથે એમ.ઓ.યુ કરેલું છે કે, જરૂરીયાતમંદ સગર્ભામાતાઓને જ્યારે પણ બ્લડની જરૂર પડે ત્યારે વિનામૂલ્યે આ બ્લડ આપવામાં આવશે.

[google_ad]

આ કાર્યક્રમને ર્ડા. નરેદ્રભાઈ ચૌધરી, ર્ડા. પાર્થભાઈ પટેલ તેમજ નાંદોત્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે સફળ બનાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં અગ્રણીશ્રી ર્ડા. હિતેશભાઈ ચૌધરી, ગોવિંદભાઈ ચૌધરી, કામરાજભાઈ ચૌધરી તેમજ ગ્રામજનોએ હાજર રહી પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!