ડીસા તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં વધુ એક લૂંટની ગુનામાં સફળતા મેળવી ત્રણ શખ્સોને ઝડપ્યા

- Advertisement -
Share

 

ડીસાના આખોલ પાસે આવેલ મહાકાળી મંદિર નજીક સ્વીફ્ટ કારના ચાલકને બે અજાણ્યા શખ્સોએ મોટર સાઇકલ પર આવી સ્વીફ્ટ કારના ચાલક સાથે ઝપાઝપી કરી સ્વીફ્ટ કારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

 

 

આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરતાં જ ગણતરીના કલાકોમાં ડીસા તાલુકા પોલીસે ગુનાનો ભેદ ઉકેલી ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા.

 

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના લીલાશાનગરમાં રહેતાં હરેશભાઇ ઉર્ફે હરેશશંકર પરમાનંદ ઉર્ફે પ્રેમાજી માળી વાહનનો લે-વેચનો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

 

 

તેમને 2015 મોડલની એક સ્વીફ્ટ કાર નં. GJ-01-RL-1669 ની સ્વીફ્ટ કાર માલગઢ ગામના ડાયાભાઇ પ્રકાશજી માળી ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. તે ગાયત્રી મંદિર નજીક કાર પાર્કીંગ રાખે છે અને કોઇ વર્ધી આવે તો સ્પેશિયલ વર્ધી મારે છે.

 

તા. 11/01/2022 ના રોજ રાત્રે 8:00 વાગ્યાના સુમારે સ્વીફ્ટ કારનો ડ્રાઇવર ડાયાભાઇ પ્રકાશભાઇ માળી સ્વીફ્ટ કાર લઇ ડીસાથી આખોલ ચાર રસ્તા પર જતાં મહાકાળી મંદિર નજીક આવેલ બમ્પ નજીક એક મોટર સાઇકલ પર બે અજાણ્યા શખ્સોએ સ્વીફ્ટ કારની આગળ આવી સ્વીફ્ટ કારને રોકાવી હતી.

 

મોટર સાઇકલ પરથી એક અજાણ્યા શખ્સે સ્વીફ્ટ કાર નજીક આવી તેની સાથે ઝપાઝપી કરી સ્વીફ્ટ કારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. જે બાદ સ્વીફ્ટ કારનો ડ્રાઇવર ડાયાભાઇ પ્રકાશભાઇ માળીએ સમગ્ર ઘટનાની જાણ તાત્કાલીક ફોન દ્વારા હરેશભાઇ પ્રેમાજી માળીને જાણ કરતાં ઘટનાસ્થળે દોડી આવી સ્વીફ્ટ કારની તપાસ હાથ ધરતાં સ્વીફ્ટ કારની કોઇ જ ભાળ મળી ન હતી.

 

આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે બે અજાણ્યા શખ્સો સામે સ્વીફ્ટ કાર કિંમત રૂ. 3,00,000 ની લૂંટની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતાં ગણતરીના કલાકોમાં જ તપાસ દરમિયાન લૂંટારાઓ જે ટોલ ટેક્સ પરથી સ્વીફ્ટ કારને લઇને ફરાર થઇ ગયા હતા.

 

જે ફાસ્ટ ટ્રેકના આધારે તપાસ કરતાં રવિવારે સમગ્ર લૂંટનો ભેદ ઉકેલી સ્વીફ્ટ કાર જપ્ત કરાઇ હતી. જયારે ત્રણ શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે પોલીસે ગોવિંદજી બચુસિંહ વાઘેલા (રહે. ઝેરડા, તા. ડીસા), કમલેશ બાબુલાલ વિશ્નોઇ અને મુકેશ પનારામ વિશ્નોઇ (ઢોલી નાળી) (રહે. ગુડામાલાણી, જી. બાડમેર) સામે કડક કાર્યવાહી કરાઇ હતી. આમ ડીસા તાલુકા પોલીસે છેલ્લા એક સપ્તાહમાં બે જેટલાં લૂંટના ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!