ચંડીસર પાસે ટ્રેલર પાછળ બસ‌ ઘુસી જતા અકસ્માત, બે મુસાફરોને ગંભીર ઈજાઓ

- Advertisement -
Share

ડીસા – પાલનપુર હાઈવે પર આવેલ ચંડીસર નજીક ટ્રેલર અને સરકારી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે મુસાફરોને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો આ બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરાઇ હતી.

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં દિન-પ્રતિદિન વધારો થયો છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ડીસા – પાલનપુર હાઈવે પર આવેલ ચંડીસર નજીક ટ્રેલર પાછળ સરકારી બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આજે ડીસા પાલનપુર હાઇવે પર આવેલ ચંડીસર નજીક એક ટ્રેલરની પાછળ વાપી-ડીસા રૂટ વાળી સરકારી બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. રાહતની કામગીરી શરૂ કરાઇ હતી. જેમાં બસમાં સવાર બે મુસાફરોને ગંભીર ઇજા થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. બનાવને પગલે પોલીસની ટિમ પણ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!