બનાસકાંઠા કલેક્ટરને મુખ્યમંત્રીના હસ્તે અંબાજીના વિકાસ માટે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ એનાયત કર્યો

- Advertisement -
Share

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અને અંબાજીના વિકાસમાં મહત્વનું યોગદાન આપવા બદલ એવોર્ડ અપાયો

 

અમદાવાદ સાયન્સ સિટીમાં યોજાયેલા એશિયા બિગેસ્ટ એવોર્ડ-2022 ના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે મંગળવારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠાના કલેક્ટરને અંબાજીના વિકાસ માટે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ એનાયત કરાયો હતો.
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને ટુરીઝમ પ્લેસ તરીકે વિકસાવવા અંબાજી ગબ્બર પર્વતમાં શરૂ કરવામાં આવેલા શ્રી 51શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન, કોરોના કાળમાં આપેલ સેવાઓ અને યાત્રાધામ અંબાજીના વિકાસમાં મહત્વનું
યોગદાન આપવા બદલ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલને એવોર્ડ એનાયત કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘યાત્રાધામ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. જ્યાં વર્ષે કરોડો માઇભક્તો માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ મળવો એ યાત્રાધામ અંબાજી અને બનાસકાંઠા જીલ્લા માટે ગૌરવની વાત છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!