ડીસાના ગ્રામિણ મામલતદારે પાસ પરમીટ વગરના રેતી ભરેલા 2 ડમ્પરો ઝડપ્યા

- Advertisement -
Share

રેતી ભરેલ 2 ડમ્પરો ઝડપી પાડી ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપ્યા

 

ડીસા પંથકમાં છેલ્લા કેટલાંય સમયથી ભૂમાફીયા બેફામ બની ગયા હોય તેવું દેખાઇ રહ્યું છે. અનેકવાર ખાણ ખનીજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવા છતાં અનેક જગ્યાએ આજે પણ રોયલ્ટીની ચોરી કરી રેતી ભરેલ ડમ્પરો રોડ પર બેફામ પણે દોડી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.

બનાસકાંઠા જીલ્લામાં રાજય સરકાર દ્વારા ખાણ ખનીજ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તો સરકારની તિજોરી છલોછલ ભરાઇ શકે તેમ છે.

બનાસકાંઠા જીલ્લાનું વહીવટી તંત્ર માત્ર નામ પૂરતી કાર્યવાહી કરી સંતોષ માની લેતી હોય તેવું જોવા મળી રહ્યું છે.

 

ડીસા પંથકમાં કાયદાની ઐસી તૈસી કરી રોયલ્ટી પાસ વગર બેફામપણે રેતી ભરેલ ડમ્પરો રોડ પર દોડી રહ્યા છે.

 

ત્યારે શનિવારે ડીસા ગ્રામિણ મામલતદાર ડીસા તાલુકાના ઢુવા ગામમાં મતદાર યાદી સુધારણા અંતગર્ત કામગીરીથી પરત આવતાં હતા.

 

તે દરમિયાન ડીસાના જૂનાડીસા રોડ પર ઓવરલોડ રેતી ભરેલ ડમ્પરો નજરે પડયા હતા. મામલતદાર દ્વારા રેતી ભરેલ ડમ્પરોનો પીછો કર્યો હતો.

 

અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-માર્કેટયાર્ડ નજીક આવેલ એસ.વી. પ્લાઝા શોપિંગ સેન્ટર આગળ રેતી ભરેલ ડમ્પરો ઉભા રખાવી પૂછપરછ કરાઇ હતી.

 

તે દરમિયાન રેતી ભરેલ ડમ્પરો ચાલકો પાસે રોયલ્ટી પાસ ન હોઇ ગ્રામિણ મામલતદાર દ્વારા રેતી ભરેલ 2 ડમ્પરો ઝડપી પાડી ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપ્યા હતા અને ખાણ ખનીજ વિભાગને જાણ કરાઇ હતી.

 

જ્યારે ડીસા તાલુકા પોલીસ દ્વારા મામલતદાર દ્વારા ઝડપાયેલ રેતી ભરેલ 2 ડમ્પરો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાઇ હતી.
જ્યારે શનિવારે ગ્રામિણ મામલતદાર દ્વારા ડીસા-પાટણ હાઇવે પરથી રોયલ્ટી પાસ પરમીટ વગર ફરતાં રેતી ભરેલ 2 ડમ્પરો ઝડપી પાડતાં રેતી માફીયાઓમાં ફફડાટ ફેલાયો હતો.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!