પાલનપુરમાં પોલીસે ચોરીના ગુનાનો ફરાર આરોપીને ઝડપ્યો

- Advertisement -
Share

પોલીસે કુલ રૂ. 30,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાના કામે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી એચ.પી.નું લેપટોપ, મોબાઇલ, કોમ્પ્યુટર, સ્કેનર અને ડી.વી.આર. બોક્ષ સહીતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં કુલ રૂ. 30,000 નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે
શહેરના દિલ્લી ગેટ મયુર મોલ નજીક એક શખ્સ ચોરી કે છળકપટથી મેળવેલું એક લેપટોપ વેચાણ કરવા ફરી રહ્યો હતો.
જે બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં શંકાસ્પદ શખ્સને ઝડપી પાડી યુક્તિ-પ્રયુક્તિથી સઘન પૂછપરછ કરતાં શખ્સ નજીકથી મળેલું લેપટોપ, ડી.વી.આર., 1 મોબાઇલ સ્કેનર અને રોકડ રકમ સાથે
પાર્થભારથી ઉર્ફે ધવલ ગૌસ્વામી (રહે. રતનપુર લોકનિકેતન, પાલનપુર) વાળાને ઝડપી પાડયો હતો. જેમાં કુલ રૂ. 30,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે પાલનપુર શહેર પૂર્વ પોલીસે શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!