પાલનપુરના ચડોતર નજીક સેડવાના પરિવારને અકસ્માત નડતા પાંચ ઘાયલ

- Advertisement -
Share

બાડમેરનો પરિવાર પોતાના સગાના સમાચાર લઈ પોતાના વતન જતા હતા. દરમિયાન પાલનપુરના ચડોતર નજીક સ્કોર્પિયોના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા સ્કોર્પિયો ડિવાઇડર પર ચડી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર સહિત એક મહિલાને ગંભીર ઈજા પહોંચતા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.પરિવાર સ્કોર્પિયો કાર લઈને પોતાના સગાના સમાચાર લેવા પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સમાચાર લેવા આવ્યો હતો.

 

દરમિયાન પરિવાર પોતાના વતન તરફ જઈ રહ્યો દરમિયાન પાલનપુરના ચડોતર હાઇવે નજીક શુક્રવારે સ્કોર્પિયોના ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા સ્કોર્પિયો હાઇવેના ડિવાઈડર ઉપર ચડી જતા સામેના હાઈવે પરથી આવતી ટ્રકની ટક્કર લાગતા સ્કોર્પિયોના સવાર અમીનખાન, મામદખાન, અકબરખાન, સૌકતખાન, વસીરા નામની મહિલાને ગંભીર ઇજાઓ પહોચતા સ્થાનિકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
જેને લઈ સ્થાનિકોએ 108ને જાણ કરતા બે 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુરની સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
કારમાં સવાર એક વ્યક્તિનો હાથ ભાગ્યો હતો તેમજ બીજા વ્યક્તિને મોઢા ઉપર 10 જેટલા ટાંકા આવ્યા હતા અને અન્ય લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!