ધાનેરામાં અબોલ ઘાયલ જીવદયા રથનુ લોકાર્પણ અને કોરોના વોરિયર્સનું સન્માન : સંસ્થાએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

- Advertisement -
Share

ધાનેરાના ગામડાઓમાં જંગલ અને ફોરેસ્ટ વિસ્તાર આવેલો છે. જ્યાં અનેક પ્રકારના વન્ય જીવો નિવાસ કરે છે ધાનેરા ક્ષેત્રમાં વિવિધ સમાજિક સેવાકાર્યો કરતી સંસ્થા એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટના સભ્યો દ્વારા વીજ કરંટ, રોડ એક્સિડન્ટ કે અન્ય રીતે ઘાયલ થયેલા અબોલ જીવની સારવાર કરવા અને રેસ્ક્યું કરવા માટે અદ્યતન સુવિધાઓથી સભર મીની હોસ્પિટલ સાથે એમ્બ્યુલન્સ એવી જીવદયા રથ બનાવામાં આવ્યો.

આ સેવામાં જૈન સાધુઓની પ્રેરણાથી જીવદયા ક્ષેત્રે કામ કરતા એવા જાણીતા કિશોરભાઈ શાહ (જીવદયા) શાંતિનાથ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત અને અન્ય લોકોનો સહયોગ મળ્યો છે.

ધાનેરામાં કોરોના લોકડાઉન દરમિયાન મધ્યમ વર્ગ, કર્મચારીઓ અને પશુ પક્ષીઓની સેવા કરનાર, ભોજન પૂરું પાડનાર લોકોનું કોરોના વોરિયર્સ તરીકે સન્માનપત્ર આપીને સંસ્થાએ એમના કાર્યોને બિરદાવીને સંસ્થાના પ્રમુખ પારસભાઈ સોની, ઉમાકાન્ત મિસ્ત્રી અને સલાહકાર કમિટી દ્વારા એમનું અભિવાદન કરવામાં આવ્યું.

આ જીવદયા રથના લોકાર્પણ કાર્યક્રમમાં કિશોરભાઈ શાહ (જીવદયા), નિજાનંદ સ્વામી, રતનગીરીજી મહારાજ, ગૌતમભાઈ શાહ – સોડાલ પાંજરાપોળ, ખુશ્બુ અગ્રવાલ, પાંચાભાઈ માળી – ચીફ ઓફિસર પાટણ, નિલેશભાઈ, ભરતભાઈ શાહ અને ધાનેરાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જીવદયા રથના સહ સંચાલક ચંપકલાલ જાનીએ જણાવ્યું કે જીવદયા રથ ધાનેરા અને તેની આસપાસના 20 કિલોમીટર સુધીના વિસ્તારમાં થતાં ઘાયલ પશુ પક્ષીઓ માટે નિશુલ્ક સેવા આપશે અને જરૂરી દવા આપી એની સારવાર કરશે.

આ માટે સંસ્થાએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે જે 97272 97187 છે કે જેના પર ફોન કરીને ઘાયલ જીવની વિગત અને લોકેશન આપવાથી ડોક્ટર અને ટીમ સાથે જીવદયા રથ સ્થળ પર પહોંચી એની સારવાર અને પાટાપિંડી કરશે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!