ડીસાના મેડામાં એક મહીલા સહીત 4 શખ્સોએ યુવક પર જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

ડીસા તાલુકા પોલીસે એક મહીલા સહીત 4 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

 

ડીસા તાલુકાના મેડા ગામમાં બોર ઉપર પાણી ભરવા ગયેલા યુવક ઉપર ગામની જ એક મહીલા સહીત 4 શખ્સોએ હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં ચકચાર મચી ગઇ હતી.
આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે એક મહીલા સહીત 4 શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના મેડા ગામના રમેશભાઇ તેજાભાઇ રબારી રવિવારે બપોરે તેમની બાજુમાં ખેતર ધરાવતા ભાવાભાઇ રૂપાભાઇ રબારીના બોર ઉપર પાણી ભરવા માટે ગયા હતા.
તે દરમિયાન ભાવાભાઇ રબારીએ કહેલ કે ‘અમારા ઘરે લગ્નમાં આવ્યા નથી અને આજે કેમ અમારા બોર ઉપર પાણી ભરવા આવ્યો છે’ તેમ કહી અપશબ્દો બોલતાં રમેશભાઇ રબારીએ અપશબ્દો બોલવાની ના

 

પાડતાં ભાવાભાઇ રબારીએ કુહાડી વડે હુમલો કર્યો હતો.અને બેચરભાઇ તેમજ અમરતભાઇ રબારીએ લાકડી વડે માર માર્યો હતો.
જયારે જેણીબેન રબારીએ ગડદા પાટુનો મારમારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જયારે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ડીસા હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ભાવાભાઇ રૂપાભાઇ રબારી, બેચરભાઇ રૂપાભાઇ રબારી, અમરતભાઇ રૂપાભાઇ રબારી અને જેણીબેન ભાવાભાઇ રબારી (ચારેય રહે. મેડા, તા. ડીસા) સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એ.એસ.આઇ. દિનેશકુમાર પરમાર ચલાવી રહ્યા છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!