કેન્દ્રની મે મહિના માટે નવી ગાઈડલાઈન્સ : ગુજરાત સહીત આ રાજ્યોમાં રહેશે લોકડાઉન જેવી સ્થિતિ

- Advertisement -
Share

દેશભારમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ગત 24 કલાકમાં 4 લાખ નવા કેસ આવ્યા છે. જેને જોતા કેન્દ્ર સરકારે ગુરુવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે કે તે વધારે સંક્રમણવાળા જિલ્લાઓ અને વિસ્તારોમાં કોરોના સંક્રમણને અટકાવવા લાગૂ કરવામાં આવેલા દિશા નિર્દેશ જારી કર્યા છે અને સાથે તે જિલ્લાઓની ઓળખ કરવાનું કહ્યુ છે જ્યાં ગત એક અઠવાડિયામાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધારે હતો જ્યાં હોસ્પિટલમાં 60 ટકાથી વધારે બેડ ભરાયેલા છે.

 

 

 

કેન્દ્ર દ્વારા જારી ગાઈડલાઈન પહેલાથી અનેક રાજ્યોમાં કડક પ્રતિબંધો લગાવાયા છે. જે લોકડાઉન જેવા છે. જેમાં યુપી, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તમિલનાડુ સહિત અનેક રાજ્યોમાં લોકોની સુરક્ષા માટે લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂ માટે નવી ગાઈડલાઈન જારી કરી છે.

 

 

 

મહારાષ્ટ્રમાં કોરોનાને રોકવા મિની લોકડાઉનનો સમય વધારી દીધો છે. ગુરુવારે રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટેએ આ સંબંધમાં આદેશ જારી કર્યો છે. તેમણે જણાવ્યુ કે મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે લોકડાઉન જેવા પ્રતિબંધો 15 મે સુધી વધારી દેવામાં આવી છે. જેથી રાજ્યોમાં કોરોનાને ફેલાતો અટકાવી શકાય.

 

 

 

ગુજરાતમાં હવે 20ની જગ્યાએ રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયનો અમલ 28મી એપ્રિલથી લાગૂ આ 5 મે સુધી અમલમાં રહેશે. આ ઉપરાંત રાજ્યમાં અને 29 શહેરોમાં કેટલાક પ્રતિબંધો જાહેર કરવામાં આવ્યા છે.

 

 

 

જેમાં રાજ્યમાં તમામ APMC બંધ રહેશે, APMCમાં માત્ર શાકભાજી અને ફળનું વેચાણ થશે, પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ 50 ટકા ક્ષમતા સાથે દોડશે, અનાજ, કરિયાણાની દુકાન, શાકભાજી, મેડિકલ સ્ટોર ચાલુ રહેશે, મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્ય પદાર્થની દુકાનો ચાલુ રહેશે.

 

 

 

29 શહેરમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, સિનેમા હોલ બંધ રહેશે, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, બાગ-બગીચા બંધ રહેશે, સલૂન, સ્પા, બ્યૂટી પાર્લર, એમ્યુઝમેન્ટ પ્રવૃતિ બંધ રહેશે, રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ, લગ્ન પ્રસંગમાં માત્ર 50 વ્યક્તિ હાજર રહી શકશે જ્યારે અંતિમવિધિમાં માત્ર 20 લોકો જ હાજર રહી શકશે. ગાઇડલાઈનનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

અગાઉ 8 મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રિના 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ હતો. હવે તે શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ 29 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કર્ફ્યુ રહેશે.

 

 

 

યુ.પીમાં કોરોનાનો કહેર જોતા વીકેન્ડ લોકડાઉનમાં એક દિવસનો વધારો કરવામાં આવ્યો છે. હવે અહીં શુક્રવારે રાતના 8થી મંગળવાર સવારના 7 વાગ્યા સુધી લોકડાઉન રહેશે. તેમજ રાતના કર્ફ્યૂ સમયે વ્યક્તિઓની અવરજવરને અને સાથે જરૂરી ક્રિયાઓને લઈને પગલા લેવાશે.

સામાજિક, રાજકીય, રમત ગમત, મનોરંજન, એકેડમી, સાંસ્કૃતિક, ધાર્મિક ઉત્સવ સંબંધિત કાર્યક્રમોને અને ભીડ તથા સભાઓને પ્રતિબંધિત રખાશે. તમામ શોપિંગ કોમ્પેલેક્સ, સિનેમા હોલ, રેસ્ટોરન્ટ અને બાર, રમત કોમ્પલેક્સ, જિમ, સ્પા, સ્વીમિંગ પુલ અને ધાર્મિક સ્થાનોને બંધ કરાશે. 3 દિવસના લોકડાઉન દરમિયાન જરુરી સેવાઓ જેમ કે મેડિકલ શોપ, ક્લીનિક, હોસ્પિટલ, દૂધ અને શાકભાજીની દુકાનોને પરવાનગી રહેશે.

 

 

બિહારમાં નીતિશ સરકારે બુધવારે કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે નવી ગાઈડલાઈન જારી કરી છે. આ અનુસાર સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે. આ દરમિયાન રાજ્યમાં કલમ 144 લગાવાવનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે લગ્ન સમારોહમાં વધારેમાં વધારે 50 લોકો ભાગ લઈ શકશે. ત્યારે અંતિમ સંસ્કારમાં વધારેમાં વધારે 20 લોકો સામેલ થઈ શકશે.

રાજસ્થાનમાં ગત અઠવાડિયે એક વાર ફરી ગહેલોત સરકારે વીકેન્ડ કર્ફ્યૂની જાહેરાત કરી છે. આ અંતર્ગત શુક્રવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારના 5 વાગ્યા સુધી પૂર્ણ રુપે વીકેન્ડ કર્ફ્યી લાગૂ રહેશે. આ દરમિયાન શનિ-રવિ પૂર્ણ લોકડાઉન રહેશે. સરકાર તરફથી જારી નવી ગાઈડલાઈનના ઘણા પ્રતિબંધોને જોડવામાં આવ્યા છે.

 

 

 

મધ્ય પ્રદેશમાં ભોપાલ સહિત છિંડવાડા, રતલામ, સાગર અને જબલપુરમાં જારી પ્રતિબંધોને વધારી દીધા છે. ભોપાલમાં હવે 3મે સુધી લોકડાફન જેવા પ્રતિબંધો લાગૂ રહેશે. ત્યારે છિંદવાડા, રતલામ, સાગર અને જબલપુરમાં આ પ્રતિબંધો 1 મે સુધી રહેશે.

તમિલનાડુ સરકારે ઝડપથી વધતા કોરોનાને રોકવા નાઈટ કર્ફ્યૂ વધારી દીધું છે અને આગામી રવિવાર એટલે કે 2 મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. તમિલનાડુ સરકારે રવિવારે પૂર્ણ લોકડાઉન અને તમામ દિવસોમાં રાત્રિ કર્ફ્યૂને આગલા આદેશ સુધી વધારી દીધું છે. રાતના કર્ફ્યૂને આવનારા આદેશ સુધી રાતના 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી સમગ્ર રાજ્યમાં લાગૂ કરવામાં આવશે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!