કાંકરેજના ખોડલા નજીક 2 ટ્રક સામસામે અથડાતાં ડ્રાઇવર ગંભીર

- Advertisement -
Share

ઘટનાસ્થળે સ્થાનિક પોલીસ પહોંચી વધુ તપાસ હાથ ધરી

 

કાંકરેજ તાલુકાના ખોડલા ગામ નજીક 2 ટ્રકો સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકમાં સવાર ડ્રાઇવરને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલીક 108 વાન એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.

બનાસકાંઠા જીલ્લામાં નેશનલ હાઇવે પર મોટા હેવી વાહનોના ગફલત ભર્યાં ડ્રાઇવીંગના કારણે વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાઇ રહ્યા છે.

વારંવાર સર્જાતા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આવો જ એક અકસ્માત શનિવારે કાંકરેજ તાલુકાના ખોડલા ગામ નજીક સર્જાયો હતો.

 

ખોડલા ગામ નજીક 2 ટ્રકો સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ટ્રક ડ્રાઇવરને બહાર નીકાળવામાં આવ્યો હતો.
જે બાદ 108 વાન એમ્બ્યુલન્સ મારફતે ટ્રક ડ્રાઇવરને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ડ્રાઇવરની હાલત વધુ ગંભીર હોવાના કારણે વધુ સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!