લોકડાઉનના કારણે ધંધો પડી ભાગતા ટ્રાવેલ્સના માલિકો સરકાર પાસે રાહતની માંગણીઓ સાથે ધરણા પર બેઠા

- Advertisement -
Share

કોરોના મહામારીના સમયમાં દરેક ધંધા પર તેની માઠી અસર પડી છે જેમાં સૌથી વધુ અસર ટ્રાવેલ્સના ધંધાને થઈ છે અને ટ્રાવેલ્સનો ધંધો અત્યારે છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં હોવાથી ટ્રાવેલ્સના માલિકોએ સરકાર પાસે રાહતની માંગણી સાથે ધરણાં ઉપર બેઠા છે.

 

 

કોરોના મહામારીની શરૂઆત સાથે જ ટ્રાવેલ્સના ધંધા પર તેની માઠી અસર પડી છે અને અત્યારે એ સ્થિતિ આવીને ઉભી છે કે આ ટ્રાવેલ્સનો ધંધો મરણ પથારીએ પહોંચી ગયો છે.

 

 

ત્યારે આ ટ્રાવેલ્સ ઉદ્યોગને બેઠું કરવા માટે અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળના પ્રમુખ દિનેશભાઈ ધરણા પર બેઠા, જેને સમર્થન આપવા માટે આજે ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રવાસી વાહનસંચાલક મહામંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ માળી અને મહામંત્રી પણ ધરણા પર બેઠા છે.

 

 

કોરોના મહામારી હોવાના કારણે તેઓએ પોતાની ઓફિસમાં જ સરકાર સામે સહાયની માંગ સાથે ધરણાં પર બેસી ગયા છે. ટ્રાવેલ્સના માલિકોની માંગણી છે કે સરકાર ટેક્ષમાં પ્રથમ 6 મહિના સુધી સંપૂર્ણ માફી આપે, નોનયુઝ એડવાન્સ ટેક્સમાંથી કાયમી ધોરણે મુક્તિ અને આર્થિક સહાય પેકેજ જાહેર કરે તેવી માંગણી કરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!