બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે એરંડા ચોરીનો ભેદ ઉકેલ્યો : થરામાં એરંડા ચોરીને ફરાર 5 શખ્સોને પોલીસે ઝડપ્યા

- Advertisement -
Share

પોલીસે કુલ મુદ્દામાલ રૂ. 2,68,060 નો મુદ્દામાલ જપ્ત કર્યો

બનાસકાંઠાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી એરંડા ચોરીના ગુનાનો ભેદ શનિવારે બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે ઉકેલ્યો છે.
જેમાં કુલ મુદ્દામાલ રૂ. 2,68,060 નો જપ્ત કર્યો હતો. જયારે કુલ 5 શખ્સોની અટકાયત કરાઇ હતી. આ અંગે થરા પોલીસે 5 શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડાક સમય અગાઉ એરંડા ચોરીની ઘટના બની હતી.
જેમાં એલ.સી.બી. પોલીસ સ્ટાફ થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે શનિવારે થરા એરંડા ચોરીના ગુનામાં સંડોવાયેલા 5 શખ્સો ઇકો ગાડી નં. GJ-01-WG-1994 માં
ચોરી થયેલા એરંડા ભરી થરા તરફ જનારી છે. જે આધારે પોલીસે વોચ રાખી શંકાસ્પદ ઇકો ગાડીની તપાસ કરતાં ગાડીમાંથી એરંડાની 4 જેટલી બોરીઓ મળી આવી હતી.

 

એલ.સી.બી. પોલીસે 5 શખ્સોને ઝડપી પાડયા હતા. જયારે ગાડી સાથે કુલ રૂ. 2,68,060 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે એલ.સી.બી. પોલીસે થરા પોલીસને 5 શખ્સોને સોંપી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!