થરાદમાં બનાસ બેંકના એ.ટી.એમ.માં ખેડૂતના રુપિયા તફડંચી કરનાર શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

બેંકના સત્તાવાળાઓએ ઘટનાના સી.સી.ટી.વી. કેમેરા ફૂટેજ પણ સોંપ્યા

 

થરાદની બનાસ બેંકના કર્મચારીઓએ વધુ એક વખત ચાંપતી નજરના કારણે એ.ટી.એમ.માં આવેલા ખેડૂતના રુ. 15,000 ની તફડંચી કરનાર શખ્સ રંગેહાથે ઝડપાઇ જતાં પોલીસના હવાલે કર્યો હતો.

થરાદની બનાસ બેંકમાં આવેલા એ.ટી.એમ.માં રૂપિયા ઉપાડવા આવેલા એક ગ્રાહકને નહી ફાવતાં ત્યાં આવેલા એક અજાણ્યા શખ્સે મદદના બહાને તેમના રૂ. 15,000 ઉપાડી લીધા બાદ દોડી ગયો હતો.

 

જોકે, બેંકના કર્મચારીઓની નજરમાં આવી જતાં તેને પાછળ દોડીને ઝડપી પાડયો હતો અને બેંકમાં લાવીને તપાસ હાથ ધરી હતી. આ વખતે તેણે બારીમાંથી રૂપિયા બહાર નાખી દીધા હતા.
જોકે, બેંકના સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરતાં તેણે રૂ. 15,000 અંડરવેયરમાં સંતાડી દીધા હતા. આથી બેંક દ્વારા થરાદ પોલીસને જાણ કરાઇ હતી. આથી પોલીસ બેંકમાં દોડી આવી હતી.

 

જ્યાં બેંક દ્વારા તેમને ઘટનાક્રમ અંગેનો વિડીયો ફૂટેજ પણ આપ્યા હતા. પોલીસ દ્વારા શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન તેની પાસેથી રૂ. 14,980 મળી આવ્યા હતા.
રૂ. 20 તેણે વાપરી નાખ્યા હતા. પોલીસે આ શખ્સ રડકા ગામનો હોવાનું અને અગાઉની ચોરીમાં પણ સંડોવાયેલો હોવાનું જણાવ્યું હતું. જે અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!