ડીસાની કોર્ટે સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર આરોપીને 10 વર્ષની સખત કેદની સજાનો હુકમ ફટકાર્યો

- Advertisement -
Share

 

ડીસામાં એક સગીર વય યુવતીને અપહરણ કરી સગીરા સાથે દુષ્કર્મ આચરતાં શુક્રવારે નામદાર બીજી એડીશનલ સેશન્સ કોર્ટ દ્વારા મહત્વનો ચૂકાદો કરવામાં આવ્યો છે. આરોપીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં સ્ત્રીઓ પર થતાં અત્યાચાર દિન-પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના ભોયણમાં રહેતાં મુકેશભાઇ રામજીભાઇ મેજીયાતર એક સગીર વય યુવતીને ગાડીમાં બેસાડી તેનું અપહરણ કરી દિલ્હીમાં રહેતાં દિનેશભાઇ મફાભાઇ મેજીયાતરના ઘરે લઇ ગયા હતા.

 

જે બાદ તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કરી સમગ્ર ઘટનાની જાણ ભોગ બનનાર સગીરાએ તેના પરિવારજનોને કહેતાં તેમના પરિવારજનોએ ડીસા તાલુકા પોલીસ મથકે દુષ્કર્મનો ગુનો નોંધાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

જે બાદ આ કેસ નામદાર બીજી એડીશનલ સેશન્સ કોર્ટ મેજીસ્ટર બી.જી.દવેની કોર્ટમાં ચાલી જતાં અને સરકારી વકીલ નિલમબેન એસ. બ્રહ્મભટ્ટ દ્વારા સ્ત્રીઓ પર થતાં અત્યાચાર અને તાજેતરમાં જ સગીર વયની દીકરીઓ ઉપર બળાત્કારના ગુનાઓ વધતા જતાં હોય આવા કેસમાં વધુમાં વધુ સજા કરવા ભાગપૂર્વક દલીલો કરી હતી.

 

જે દલીલો અને આગ્રહ રાખી નામદાર કોર્ટ દ્વારા આરોપી મુકેશભાઇ રામજીભાઇ મેજીયાતર (રહે. ભોયણ, તા. ડીસા) વાળાને ઇ.પી.કો. કલમ-376 (2) (એન) અને પોક્સો એક્ટની કલમ-6 ના ગુનામાં કસૂરવાર ઠેરવી 10 વર્ષની સખત

 

કેદની સજા અને રૂ. 10,000 નો દંડ કર્યો હતો અને જો દંડની રકમ ન ભરે તો વધુ 3 માસની વધુ સખત કેદની સજા કરવાનો હુકમ ફટકાર્યો છે. જ્યારે આરોપી દિનેશભાઇ મફાભાઇ મેજીયાતર (રહે. ભોયણ, તા. ડીસા) વાળાને

 

ઇ.પી.કો.કલમ-212 ના ગુનામાં કસૂરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા અને રૂ. 1,000 નો દંડ કર્યો છે અને ડીસ્ટ્રીક્ટ લીગલ સર્વિસીસ ઓથોરીટી બનાસકાંઠાને આ કામના ભોગ બનનારને રૂ. 5,00,000 વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!