સૂઇગામના મોરવાડામાં મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો : 500 થી વધુ લોકોએ લાભ લીધો

- Advertisement -
Share

સ્થળ પર જ ડાયાબીટીસ, બી.પી., લોહીના ગૃપની તપાસ અને ઇ.સી.જી.ની સગવડ ઉપલબ્ધ કરાવાઇ : 150 થી વધુ લોકોનું આંખનું ચેકઅપ કરીને નિઃશુલ્ક ચશ્મા વિતરણ કરાયા

 

બનાસકાંઠા જીલ્લાના વિવિધ અંતરીયાળ વિસ્તારોમાં ગલબાભાઇ નાનજીભાઇ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડીકલ કોલેજ દ્વારા નિઃશુલ્ક સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
ત્યારે જીલ્લાના સૂઇગામ તાલુકાના મોરવાડા ગામમાં સોમવારે મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું.

આ કેમ્પમાં બનાસ મેડીકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ પાલનપુરના તમામ વિભાગોના તબીબો હાજર રહીને 500 થી પણ વધુ લોકોનું હેલ્થ ચેકઅપ, નિઃશુલ્ક આંખના નંબરના ચશ્મા અને દવાઓનું વિતરણ કરાયું હતું.
જેમાં ફીજીશીયન, સર્જન, બાળ રોગના નિષ્ણાંત, હાડકા અને સાંધાના નિષ્ણાંત, કાન નાક અને ગળાના નિષ્ણાંત, માનસિક રોગના નિષ્ણાંત, ચામડી આંખ અને દાંતના નિષ્ણાંત, સ્ત્રી રોગના નિષ્ણાંત ઉપસ્થિત રહીને લોકોના સ્વાસ્થ્યની તપાસ કરાઇ હતી.

 

આ સાથે સ્થળ પર જ ડાયાબીટીસ, બી.પી., લોહીના ગૃપની તપાસ અને ઇ.સી.જી.ની સગવડ ઉપલબ્ધ કરાઇ હતી. આ સાથે 150 થી વધુ લોકોને આંખનું ચેકઅપ કરીને નિઃશુલ્ક ચશ્મા વિતરણ કરાયા હતા.
જ્યારે તપાસ દરમિયાન જે લોકો બીમારીઓ ધરાવતા હતા તેમની સારવાર હવે પછી જીલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલમાં કરવામાં આવશે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!