કોરોના એવો વકર્યો કે રાજ્ય આરોગ્ય વિભાગે કચરાની ગાડીમાં વેન્ટિલેટરની હેરફેર કરી

- Advertisement -
Share

સુરત જિલ્લામાં કોરોનાની ગંભીર સ્થિતિ સર્જાતા વેન્ટિલેટરની જરુરિયાત વધી છે ત્યારે રાજ્ય સરકારના આદેશ મુજબ આજે વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરત વેન્ટિલેટર મોકલવામાં આવ્યા હતા.

 

 

વેન્ટિલેટરની હેરફેર દરમિયાન ગંભીર બેદરકારી રાજ્યના આરોગ્ય વિભાગના આદેશ મુજબ આજે વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરતની સ્મીમેર હોસ્પિટલમાં 9 વેન્ટિલેટર મોકલવામા આવ્યા હતા.

 

 

સુરત મ.ન.પા તરફથી વેન્ટિલેટર લેવા માટે જે વાહન મોકલવામા આવ્યું હતું તેને લઈ સવાલો ઉઠ્યા છે. મનપામાં કચરો ઉપાડવા માટે જે ટેમ્પાનો ઉપયોગ કરવામાં આવે છે તે ટેમ્પો વેન્ટિલેટર લેવા માટે મોકલ્યો હતો. આ ટેમ્પોમાં જ વેન્ટિલેટરને પેક કર્યા વગર જ સુરત રવાના કરવામાં આવ્યા હતા.

રાજ્યના આરોગ્ય વિભાગના આદેશ મુજબ વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરત મનપાને વેન્ટિલેટર મોકલી આપવામા આવ્યા છે, હાલ વલસાડ જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું. વલસાડ સિવિલ હોસ્પિટલમાં હાલ 34 વેન્ટિલેટર રાખવામા આવ્યા છે.

 

 

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 67,865 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 1,196 થયો છે. ગત રોજ 687 લોકોને સાજા થઇ જતા રજા આપી દેવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 62,919 લોકો કોરોનામાંથી સાજા થઇ ચૂક્યા છે. હાલ શહેર જિલ્લામાં કુલ 3,750 એક્ટિવ કેસ છે.

 

 

વલસાડથી સુરત કચરાની ગાડીમાં વેન્ટિલેટર મોકલાયા હોવાના મામલાની ગંભીરતા સમજી કલેકટર તપાસના આદેશ આપ્યા. વલસાડ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી આરોગ્ય વિભાગની મીટીંગમાં આ મુદ્દે ગાજ્યો હતો. કલેકટરે તાત્કાલીક તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!