પ્રેમપ્રકરણનો કરુણ અંત: સાથે દવા પીવાનું કર્યું નક્કી, સગીરાએ પી લીધી પરંતુ પ્રેમી લાશ મૂકી થયો ફરાર

- Advertisement -
Share

રાધનપુરમાં સગીર વયની દીકરીને તેના ભાઈના સાઢું જે પરિણીત હોઈ તેની સાથે પ્રેમ સંબંધ બંધાતા અને બન્નેના લગ્ન શક્ય ન હોઈ સાથે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું. અને સગીરાએ પ્રથમ ઝેરી પ્રવાહી પી લેતા તેનું મોત નીપજ્યું હતું જ્યારે યુવકનો વિચાર બદલાઈ જતા તે સગીરાની લાશ મૂકી ફરાર થઈ ગયો હતો.

 

 

 

જ્યારે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થવા પામ્યો હતો અને આરોપીને પોલીસે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

રાધનપુરના મઘાપુરા વિસ્તારમાં રહેતી સગીર વયની દીકરીને તેના ભાઈના સાઢું સાથે પ્રેમ સંબંધ હોઈ અને બન્ને લોકો કોઈને જાણ કર્યા વગર ઘરેથી ભાગી ગયા હતા. સવારે આ બાબતની જાણ થતાં પરિવારે સગીરાની શોધ ખોળ કરી હતી પરંતુ તેની કોઈ ભાળ ન મળતા છેવટે પરિવારે રાધનપુર પોલીસ મથકે ગુમ સુદાની ફરિયાદ નોંધાવી હતી.

 

 

 

 

પોલીસ ફરિયાદ બાદ પરિવારમાં સગીરાના ભાઈનો સાઢું જે પરિણીત હોઈ પાંચાભાઈ ઠાકોર તે સગીરાને ભગાડી ગયો હોવાની શંકા જતા પરિવારે પાંચાભાઈ ઠાકોરના ઘરે તપાસ કરતા તે પણ ઘરે ન હોઈ તે બાબતની જાણ પરિવારને થતા આ સઘળી વિગત પોલીસને જણાવતા પોલીસે પાંચાભાઈ ઠાકોરની શોધ ખોળ કરી ઝડપી પોલીસ મથકે લાવી પૂછપરછ કરી હતી.

 

 

 

 

જેથી તે ભાંગી પડ્યો અને સઘળી વિગત જણાવી હતી. જેમાં સગીરા સાથે તેને પ્રેમ સંબંધ હોવની કબૂલાત કરી હતી. તે ભાગીને રાજકોટ તરફ ગયેલ અને તે યુવક પરણેલો હોવાથી લગ્ન થવા શક્ય ન લાગતા બન્ને જણાએ આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો.

 

 

 

 

 

આમ ઝેરી પ્રવાહી પીવાનું નક્કી કરેલું અને સગીર વયની દીકરીએ પ્રથમ દવા પી લેતા તેનું મોત નિપજવા પામ્યું હતું. પરંતુ ત્યાર બાદ પરિણીત યુવકનો ઈરાદો બદલાઈ જતા તેણે આત્મહત્યા ના કરી સગીરાની લાશને ત્યાં મૂકી ફરાર થઈ ગયો હતો.

 

 

 

રાજકોટ તરફ અનેક વિસ્તારોમાં સગીરાને ફેરવી તેની સાથે દુષ્કર્મ પણ આચર્યું હોવાની કબૂલાત આરોપી પાંચાભાઈએ કરતા પોલીસે દુષ્કર્મ, આત્મહત્યા માટે દુષ પ્રેરણા અંગેની કલમ અંતર્ગત ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!