થરાદમાં ભારે પવનમાં જીવિત વીજ વાયર તૂટી જવાના કારણે વીજ કરંટ લાગતાં ભેંસનું મોત

- Advertisement -
Share

પશુના મોતના વળતર પેટે સહાય આપવા માટે માંગ કરી

 

થરાદના રાહમાં રવિવારની રાત્રે હવામાન વિભાગની આગાહીના પગલે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થતાં જીવિત વીજ વાયર તૂટી જવાના કારણે વીજ કરંટ લાગતાં ભેંસનું મોત નિપજ્યું હતું.

તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં વીજ કંપનીની બેદરકારીના લીધે સામાન્ય પવન ફરકતાં જ વીજ વાયરોમાં શોર્ટ-સર્કીટ સર્જાતાં ભડાકા થવા માંડે છે. જેમાં જીવિત વીજ વાયર તૂટી જવા પામ્યો છે.

ત્યારે રાહ ગામમાં રહેતાં હંસાભાઇની ભેંસનો પગ જમીન પર પડેલા જીવંત વીજ વાયર પર આવતાં ભેંસનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જેમાં સ્થાનિક લોકો દ્વારા વીજ તંત્રને જાણ કરાઇ હતી.

આ અંગેની વિગત એવી છે કે, થરાદ તાલુકાના રાહ ગામમાં જીવંત વીજ વાયર તૂટતો તેના ઉપર ભેંસનો પગ આવી જતા ભેંસનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

 

રાત્રિ દરમિયાન તૂટેલા વીજ વાયરને લઇ વિદ્યુત બોર્ડની બેદરકારી પણ સામે આવી રહી છે. વિદ્યુત બોર્ડના કર્મચારીઓ દ્વારા વીજ વાયર જમીન પર તૂટતો ફોલ્ટ સર્જાયો હોવા છતાં વીજ પાવર બંધ ન

 

કરતાં પશુપાલકને ભારે નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. આ બાબતની જાણ વિદ્યુત બોર્ડના કર્મચારીઓને કરતાં વિદ્યુત બોર્ડના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
અને ભેંસને સરકારી પશુ ડોક્ટર દ્વારા પી.એમ. કરાવ્યું હતું. પશુપાલકે તેમને પશુના મોતના વળતર પેટે સહાય આપવા માટે માંગ કરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!