ભાભરમાં ધમાકેદાર વરસાદથી પંથક થયું જળબંબાકાર : ખેતરો સહિત નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના ભાભર પંથકમાં ધમાકેદાર વરસાદ શરૂ થયો હતો. સવારથી અસહુકળાટ બાદ બપોરે ભારે વરસાદ થયો.
સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી તેમજ અનેક ખેતરો સહિત શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉકલાળ બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર પંથકમાં બપોર બાદ ધમાકેદાર ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદ શરૂ થતા ખેડૂતો તેમજ લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
પરંતુ આ ધમાકેદાર વરસાદ શરૂ થતા ભાભર પંથકના અનેક ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાયા હતા તેમજ શહેરના નિચાણવાળા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા.
શહેરી વિસ્તારમાં પાણી ભરાતા તાત્કાલિક ધોરણે નગરપાલિકાની ટીમ તૈનાત કરાવી દેવામાં આવી હતી. ચાલુ વરસાદે પણ તંત્ર દ્વારા પાણીનું નિકાલ કરવામાં આવતા શહેરીજનોમાં ખુશી છવાઈ હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!