મહેસાણામાં વડસ્માની ઇન્ડીયન બેંકનો મેનેજર અને પટાવાળો લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા

- Advertisement -
Share

રૂ. 4,00,000 ના પાક ધિરાણના સેટલમેન્ટ માટે રૂ. 95,000 માંગ્યા : મહેસાણા એ.સી.બી.ની ટીમે બેંકમાં જ છટકું ગોઠવી રંગેહાથ ઝડપ્યા

મહેસાણા તાલુકાના વડસ્મા ગામમાં આવેલી ઇન્ડીયન બેંકનો મેનેજર અને પટાવાળો મંગળવારે બપોરે ખેડૂત પાસેથી રૂ. 95,000 ની માતબર રકમની લાંચ લેતાં એ.સી.બી.ના હાથે રંગેહાથ ઝડપાયા હતા. એન.પી.એ. થયેલી બેંક લોનને વન ટાઇમ સેટલમેન્ટ યોજનામાં લઇ જવા બેંક મેનેજરે લાંચ માંગી હતી.

આ અંગેની વિગત એવી છે કે, મહેસાણા તાલુકાના વડસ્મા ગામમાં આવેલી ઇન્ડીયન બેંકમાંથી ખેડૂત દ્વારા રૂ. 4,00,000 ની પાક ધિરાણ લોન લેવામાં આવી હતી.
આ લોનની બ્રાન્ચ મેનેજર દ્વારા સત્તાની રૂએ ઓ.ટી.એસ. કરાવીને રૂ. 4,00,000 ખેડૂત પાસે ભરાવ્યા હતા. પરંતુ સેટલમેન્ટ લોનની એન.ઓ.સી. આપવાની કાર્યવાહી માટે ખેડૂત નજીક બેંકના બ્રાન્ચ મેનેજર દ્વારા રૂ. 95,000 ની લાંચ માંગવામાં આવી હતી.

 

જે અંગે ખેડૂતે એ.સી.બી.નો સંપર્ક કરતાં મહેસાણા એ.સી.બી.ના પી.આઇ. એ.વાય. પટેલ અને ટીમે મંગળવારે બપોરે વડસ્મા ગામમાં બેંકમાં જ છટકું ગોઠવી મેનેજર રોશનકુમાર રામસુંદરસિંહના કહેવાથી
રૂ. 95,000 ની લાંચ લેતાં કરાર આધારીત પટાવાળા જગદીશ કનુભાઇ વાઘેલાને મહેસાણા એ.સી.બી.ની ટીમે રંગેહાથે ઝડપી પાડયા હતા. એ.સી.બી.એ મેનેજર અને પટાવાળાને ડીટેઇન કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!