દાંતીવાડા ત્રણ રસ્તા નજીકથી પોલીસે દારુ ભરેલું પીકઅપ જીપડાલા સાથે 2 શખ્સોને ઝડપ્યા

- Advertisement -
Share

પોલીસે કુલ રૂ. 5,70,550 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

દાંતીવાડા પોલીસે દાંતીવાડા ત્રણ રસ્તા નજીકથી શનિવારે વાહન ચેકીંગ દરમિયાન એક દારૂ ભરેલું પીકઅપ જીપડાલું ઝડપી પાડયું હતું.
જેમાં પીકઅપ જીપડાલામાં ગુપ્તખાનુ બનાવી દારૂની હેરાફેરી કરતાં 2 શખ્સોને 515 જેટલી દારૂની બોટલો સાથે ઝડપી પાડયા હતા.
જયારે પોલીસે કુલ રૂ. 5,70,550 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે દાંતીવાડા પોલીસે 2 શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, દાંતીવાડા પોલીસે શનિવારે દારૂ ભરેલું પીકઅપ જીપડાલું ઝડપી પાડયું હતું. જેમાં દાંતીવાડા પોલીસ સ્ટાફ દાંતીવાડા ત્રણ રસ્તા પર વાહન ચેકીંગ દરમિયાન બાતમી મળી હતી.
જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને પીકઅપ જીપડાલું જ્યારે ગુપ્ત ખાનામાં દારુ લઇને જઇ રહ્યું હતું. ત્યારે પોલીસે જીપડાલા સહીત 2 શખ્સોને ઝડપી પાડયા હતા.
જેમાં 515 જેટલી દારુની બોટલો મળી આવી હતી. જયારે પોલીસે કુલ રૂ. 5,70,550 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જયારે 2 શખ્સો નામ રબારી (રહે. રેવદર, સિરોહી, રાજસ્થાન) અને નરસિંહ માજીરાણા (રહે.
મહેમદાવાદ, નડીયાદ, દરવાજા ખેડાવાળા) ને ઝડપી પાડયા હતા. આ અંગે દાંતીવાડા પોલીસે 2 શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!