સ્વ.ભરતભાઇ કોઠારીના અસ્થિનું સનાતન હિન્દૂ ધર્મની પરંપરાઓથી ગંગાજીમાં વિધિવત વિસર્જન કરાયું

- Advertisement -
Share

 

 

જાણીતા જીવદયાપ્રેમી શ્રી ભરતભાઈ કોઠારીના આકસ્મિક અવસાન બાદ જૈન વિધિ મુજબ તેમની ક્રિયાઓ કરાઈ હતી. પરંતુ ભરતભાઇ સનાતન હિન્દૂ ધર્મની પરંપરાઓને કાયમ મહત્વની ગણતા અને હિન્દૂ સંતોના આશીર્વાદ લઇ સનાતની સિદ્ધાંતોને સમર્થન કરતા હતા જેથી સનાતની સમાજ માટે પણ ભરતભાઇ કોઠારીનું સમ્માન એટલું જ રહ્યું છે.

 

 

સ્વ.ભરતભાઇના અસ્થિ વિસર્જન માટે જાણીતા એડવોકેટ ગંગારામભાઈ પોપટ અને વૈદિક ધર્મનુરાગી એડવોકેટ કિશોર શાસ્ત્રીએ કાશી ક્ષેત્રમાં જઇ હિન્દૂ વિધિ મુજબ અસ્થિ વિસર્જન કર્યું હતું.

 

 

અસ્થિ વિસર્જન પહેલા જગદગુરુ શંકરાચાર્ય મહારાજના શિષ્ય દંડીસ્વામી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ લીધા હતા. તેમજ કાશીના વિદ્વાન પંડિતોની પાવન ઉપસ્થિતિમાં દેવનદી ગંગાજીના પાવન પ્રવાહ મધ્યે સંપૂર્ણ શાસ્ત્રીય વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જે સ્થાનનું ધાર્મિક અત્યધિક મહત્વ છે એવા કાશીના પ્રસિદ્ધ મણિકર્ણીકા ઘાટ ઉપર સ્વ.ભરતભાઈ કોઠારીના અસ્થિઓને વકીલ ગંગારામ પોપટ અને કિશોર દવેના હાથે ગંગામાં વિસર્જિત કરવામાં આવ્યા હતા.

 

 

ભગવાન વિશ્વનાથ અને સુરસરી ગંગા ભરતભાઇના દિવ્ય જીવાત્માને વૈકુંઠમાં સ્થાન આપે અને એમની જીવદયાની પુણ્ય પ્રવૃત્તિ દિન પ્રતિદિન વેગવંતી બને એવી પ્રાર્થના કરવામાં આવી જે માટે શંકરાચાર્ય મહારાજ વતી દંડીસ્વામી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!