અમીરગઢ ચેકપોસ્ટ પરથી ક્રુરતા પૂર્વક લઇ જવતા 13 ભેંશવંશને પોલીસે ઝડપી પાડી કાંટ પાંજરાપોળમાં મુક્યા

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લો ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર આવેલ છે તેમજ પશુપાલન ખાતે અગ્રેસર ગણાય છે અહી અને અહી 160 કરતા વધુ ગૌશાળા-પાંજરાપોળોમાં 70 હજાર કરતા વધુ પશુઓ આશ્રિત છે. 160 ગૌશાળા પાંજરાપોળ પૈકી ડીસા તાલુકાના કાંટ મુકામે રાજપુર ડીસા પાંજરાપોળ આવેલ છે જે છેલ્લા 28 વર્ષથી કતલખાને જતા જીવોને બચાવી તેઓનું ભરણપોષણ કરવાનું કાર્ય કરે છે સંચાલકોના કહેવા મુજબ આ સંસ્થા દ્વારા છેલ્લા 28 વર્ષમાં સેક્ડો કોર્ટ કેસો કરી એક લાખ કરતા વધુ પશુઓને બચાવવામાં આવ્યા છે અને અત્યારે પણ સંસ્થા પાસે 8500 કરતા પણ વધુ પશુધન આશ્રિત છે તે સંસ્થામાં છેલ્લા 15 દિવસમાં દાંતીવાડા પોલીસ દ્વારા 59 ઘેટા-બકરા, અમીરગઢ પોલીસ દ્વારા 43 ભેસવંશ તેમજ આજે પણ 13 ભેસવંશને અમીરગઢ પોલીસ દ્વારા મુકવામાં આવ્યા છે.

 

 

કાંટ પાંજરાપોળ એટલે ગુજરાત, રાજસ્થાન કે અન્ય સ્થળે કતલખાને જતા કે અન્ય સરકારી તંત્રના આદેશથી કોઇપણ પશુઓને આશ્રય આપવાની વાત આવે એટલે હરહંમેશ તેમની સહમતી હોય જ તેવી સંસ્થાનાં મુખ્ય સંચાલક ભરતભાઈ કોઠારીનું તા.26/12/2021નાં રોજ એક અકસ્માતમાં અવસાન નીપજ્યું હતું જેને લઈને સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી હતી અને ત્યાર બાદ તેમની હયાતીમાં જીવોને બચાવાવનું જે કાર્ય થતું હતું તે હવે કોણ કરશે કેમ થશે કે નહી થાય કે કેમ આવા તમામ પ્રકારનાં પ્રશ્નોનું ચક્રવાત ઉભું થયું હતું પણ ટૂંક જ સમયમાં ભરતભાઈની વસમી વિદાય પછી પણ અન્ય ટ્રસ્ટીઓ તેમજ કાર્યકર્તાઓએ ભરતભાઈની કાર્ય પ્રણાલીની જીવંત રાખવા માટે બીડી ઝડપ્યું અને પ્રથમ 31મી ડીસેમ્બર દાંતીવાડા પોલીસનાં સહયોગથી 57 ઘેટા-બકરા, અમીરગઢ પોલીસના સહયોગથી 4થી જાન્યુઆરીએ 43 ભેશવંશ તેમજ 11મીએ વધુ 13 ભેસવંશ જીવોને આમ 15 દિવસમાં કુલ 113 જીવોનો પોલીસ દ્વારા છોડાવી પાંજરાપોળમાં મુકવામાં આવ્યા છે.

 

 

 

જે પૈકી આજ રોજ અમીરગઢ બોર્ડર પોલીસ ચેકિંગ દરમિયાન એક ટ્રકની તપાસ કરતા તેમાં ભેંસવંશ જોવા મળ્યા હતા પોલીસે પરિવહનનું પાસ-પરમીટ માંગતા પરમીટ કરતા વધુ પશુઓ ભરેળા મળેલા તેમજ તમામ પશુઓ ક્રુરતા પૂર્વક તેમજ ઘાસચારા પાણીની વ્યવસ્થા ના જોવા મળતા પોલીસે ગાડી ચાલક સહીના ઇસમો સહીત ગાડીને પોતાના કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં 13 ભેશવંસને રાજપુર ડીસા પાંજરાપોળ, કાંટ મુકામે મુકવામાં આવતા પાંજરાપોળનાં ગોવાળો દ્વારા પશુઓની ગાડીમાંથી ઉતારી તેમને ઘાસચારો તેમજ જરૂરી સારવાર કરવાની તજવીજ હાથ ધરી હતી.

 

 

 

ગેરકાયદેસર ક્રુરતા પૂર્વક એક ટ્રકમાં 13 ભેસવંશ લઇ જનારા ત્રણ ઇસમો વિરુધ પશુઓ પ્રત્યેનો ઘાતકીપણુ અટકાવાવનો અધિનિયમ 11(1)(D), 11(1)E, 11(1)(F), 11(1)(H) મુજબની કલમો મુજબ ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી.

 

 

પોલીસ દ્વારા પકડાયેલ ઈસમોના નામ:-

1. મહમદવસીમ મહમદબસીર કુરેશી રહે.બીડી.કામદાર સોસાયટી, ડીસા

2.આબિદઅલી અજદઅલી સૈયદ રહે.મહમદપુરા ગવાડી, ડીસા

3.સહીદહુસેન મુસ્તુફાહજી શેખ રહે. મહમદપુરા ગવાડી, ડીસા

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!