ડીસામાં સૈન્યની ભરતી અંગે એન.એસ.યુ.આઇ. દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

સરકાર દ્વારા અગાઉ જાહેર કરાયેલી આર્મીની ભરતી કરવા માંગ : હાલમાં સરકારે અગ્નિપથ યોજના જાહેર કરી અગાઉની ભરતી ટલ્લે ચઢાવી હોવાનો આક્ષેપ

 

ભારત સરકાર દ્વારા બેરોજગાર યુવાનો માટે માત્ર 4 વર્ષ માટે સૈન્યમાં ભરતી કરવા અગ્નિપથ યોજના લાવી અગાઉની વર્ષ-2021 ની સૈન્યની ભરતીઓ ટલ્લે ચઢાવી દીધી હોવાનો આક્ષેપ કરી શનિવારે ડીસામાં
એન.એસ.યુ.આઇ. દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી અગાઉની સૈન્યની ભરતી તાત્કાલીક કરવા માંગ કરાઇ છે.
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં બેરોજગાર યુવાનો માટે અગ્નિપથ યોજના લાવી સૈન્યમાં 4 વર્ષ નોકરી તરીકે જોડાવા આહવાન કરાયું છે.
જો કે, તેનો દેશભરમાં ભારે હિંસાત્મક રીતે વિરોધ થઇ રહ્યો છે. યુવાનો સહીત લશ્કરના સૈનિકો અને ભૂતપૂર્વ સૈનિકો પણ આ યોજના દેશ હીતમાં ન હોવાનું જણાવી રહ્યા છે.
ત્યારે સરકારે અગ્નિપથ યોજના મૂકી અગાઉની વર્ષ-2021 ની સૈન્યની ભરતીઓ ટલ્લે ચઢાવી દીધી હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે.

કેન્દ્રના રક્ષા વિભાગ દ્વારા ઉમેદવારો પાસે આર્મીની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરાવેલા હતા. જે અંતર્ગત ગુજરાતમાં એ.આર.ઓ. અમદાવાદ દ્વારા વર્ષ-2021 ની પરીક્ષા માટે લાખો ઉમેદવારોએ પરીક્ષા

આપવા ફોર્મ ભરી અનેક પ્રકારના ક્લાસીસો સાથે જોડાઇ હજારો રૂપિયા ખર્ચી તડામાર તૈયારીઓ કરી હતી. જો કે, ઘણા સમયથી રક્ષા મંત્રાલય દ્વારા તેના કોલ લેટર આપવામાં આવ્યા નથી. જેથી આ જૂની ભરતીની હજુ કોઇ વાત નથી.

ત્યાં સરકારે અગ્નિપથ નામે માત્ર 4 વર્ષની ટૂંકી કારકિર્દીની ભરતીની યોજના લાવી દેતાં યુવાનો તેનો વિરોધ કરી રહ્યા છે.

જેથી ડીસામા એન.એસ.યુ.આઇ. દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી સૌપ્રથમ સૈન્યમાં અગાઉની ભરતી પ્રક્રીયા પૂર્ણ કરી તેના કોલ લેટર આપવાની માંગ કરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!