ડીસા કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ ઘરે ગળે ફાંસો ખાઇ અગમ્ય કારણસર જીવન ટુંકાવ્યું

- Advertisement -
Share

ડીસા કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતીએ ઘરે અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે ડીસા મામલતદાર અને શહેર દક્ષિણ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

ડીસા કોલેજમાં અભ્યાસ કરતી અને મોઢેશ્વરી સોસાયટી ખાતે રહેતી એક યુવતીએ અગમ્ય કારણોસર ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. બપોરના સમયે યુવતીએ પોતાના રૂમમાં પંખા પર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
આ ઘટનાની જાણ થતા જ તેના પરિવારજનોએ તાત્કાલિક તેને સારવાર માટે ભણશાળી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ તેનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું.
આ બનાવ અંગે જાણ થતાં ડીસા મામલતદાર અને શહેર દક્ષિણે પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી અને યુવતીની લાશ પી.એમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. જોકે, કયા કારણોસર આત્મહત્યા કરી છે તે અંગે ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી જેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!