ગામમાં પશુઓને બચાવવા જતાં ખેડૂતે ખુંખાર દીપડા સાથે ભીડી બાથ

- Advertisement -
Share

વેલપરવા ગામમાં પશુઓને બચાવવા જતાં ખેડૂતે ખુંખાર દીપડા સાથે ભીડા બાથ, ગંભીર ઈજો પહોંચી

 

  • દીપડાનો સામનો કરતા સતીશ ભાઈના શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી.
  • જોકે નસીબે હુમલો કરતી વખતે કોઠારમાં રાખેલા બંધ ટ્રેક્ટરમાં દીપડા ન પંજો ફસાઈ જતા થોડી જ વારમાં તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના  વેલપરવા ગામમાં એક ઘરના કોઠારમાં બાંધેલા પશુઓનો શિકાર કરવા ઘૂસેલા દીપડાનો સામનો કરતા ખેડૂત પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના બની છે. દીપડાના હુમલામાં ઈજાગ્રસ્ત ખેડૂત સતીસ ભાઈ પટેલને  સારવાર માટે પારડીની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આમ એક  ખુંખાર દીપડાએ ઘરમાં ઘૂસી ખેડૂત પર હુમલો કરવાની આ ઘટનાને કારણે ફોરેસ્ટ વિભાગ પણ દોડતું થઇ ગયું હતું. અને દીપડાને ઝડપવા પાંજરા અને  સમગ્ર વિસ્તારમાં સીસીટીવી કેમેરા ગોઠવી અને માણસનું લોહી ચાખી ગયેલા દીપડાને ઝડપવા પ્રયાસો હાથ ધર્યા છે.

બનાવની વિગતે  વાત કરીએ તો, વલસાડ જિલ્લાના પારડી  તાલુકાના વેલપરવા ગામ ના ભેસુ  ફળિયામાં રહેતા ખેડૂત સતીશ ભાઈ  પટેલના ઘરમાં મોડી રાત્રે એક  ખૂંખાર દીપડો ઘૂસ્યો હતો. જ્યાં પશુઓ બાંધેલા હતા એ કોઠાર માં પહોચી ગયો હતો. આથી અડધી રાત્રે પશુઓ નો અવાજ આવતાં ખેડૂત સતીશ  ભાઇ જાગી ગયા હતા.અને  કોઠારમાં દીપડો એક વાછરડી પર હુમલો કરવા જઈ રહ્યો છે એ.. વખતે જ સતિષભાઈ કોઠારમાં પહોચી ગયા હતા.અને વાછરડી અને પોતાના પશુઓને બચાવવા ખૂંખાર  દીપડા સાથેનો સામનો કર્યો હતો.

શિકારમાં ખલેલ પહોંચતા જ દીપડાએ સતીશ ભાઈ પર અચાનક હ જીવલેણ હુમલો કર્યો હતો. અને થોડા સમય સુધી બંને વચ્ચે સંઘર્ષ થયો હતો. દીપડાનો સામનો કરતા સતીશ ભાઈના  શરીરના અનેક  ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. જોકે નસીબે હુમલો કરતી વખતે કોઠારમાં રાખેલા બંધ ટ્રેક્ટરમાં દીપડનો પંજો ફસાઈ જતા થોડી જ વારમાં તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતા જ આસપાસના પડોશીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત સતીશભાઇને પડોશીઓ  અને પરિવારજનો તાત્કાલિક સારવાર માટે પારડીની મોહન દયાલ માં દાખલ કરવામાં આવ્યા હતા. અત્યારે  આઈસીયુમાં તેમની સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.પરિસ્થિતિનું નિરીક્ષણ કરી હુમલો કરનાર દીપડો કદાવર હોવાથી  અને માણસનું લોહી ચાખી ગયો હોવાથી માનવભક્ષી બની શકે છે.

તેવી શક્યતા જોતા વનવિભાગે સમગ્ર બાબતને ગંભીરતાથી લઇ દિપડાને ઝડપવા ઘરની આજુબાજુ બે પાંજરા ગોઠવ્યા  છે. સાથે જ સમગ્ર વિસ્તારમાં સીસીટીવી કેમેરા પણ ગોઠવી દીપડાને ભાળ મેળવવી અને તેને પકડવા ના  પ્રયાસો હાથ ધર્યા છે.

વલસાડ જિલ્લાના પારડી સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં આ અગાઉ પણ અનેક વિસ્તારોમાં રહેણાક વિસ્તાર નજીક દિપડાએ દેખા દીધા હોવાના બનાવો બની ચૂક્યા છે. હિંસક પશુ અને માણસો વચ્ચે ઘર્ષણના પણ બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે ખોરાકની શોધમાં દીપડા જેવા હિંસક પશુઓ જંગલ છોડી અને રહેણાક વિસ્તાર તરફ આવી રહ્યા છે.

આથી હિંસક પશુઓ અને માણસો વચ્ચેના ઘર્ષણ ના વધતા કિસ્સાઓ ચિંતાજનક  છે .આથી આવા કિસ્સાઓને ત ગંભીરતાથી લઇ વનવિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.. જોકે અત્યારે તો.. વન વિભાગે લોહી ચાખી ગયેલા ખુંખાર દીપડાને પકડવા  પ્રયાસો હાથ ધર્યા છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!