તૌક્તે વાવાઝોડાના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

- Advertisement -
Share

તૌક્તે નામનું વાવાઝોડું ઝડપભેર ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યા પ્રમાણે વાવાઝોડું હાલ વેરાવળથી 620 કિ.મી. દૂર છે. ગુજરાત કોસ્ટમાં 17 તારીખે પહોંચશે અને 18 તારીખે સવારે પોરબંદરથી લઇને ભાવનગરના મહુવા સુધીના વિસ્તારને ક્રોસ કરશે અને વાવાઝોડાની ગતિ 160 કિ.મી. પ્રતિ કલાક તે તેથી વધારે રહી શકે છે. જોકે તૌક્તેના સંકટના પગલે રાજ્યના ઘણા જિલ્લાઓમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

 

 

 

 

તૌક્તે વાવાઝોડાની અસરના પગલે 16થી 20 મે સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી સાઉથ ગુજરાત, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી છે.

 

 

 

 

જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવા, ખેડા, આણંદ તથા દક્ષિણ પણ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 18મી તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરામાં પાટણ, મહેસાણા, અરાવલી, મહિગાસર, સાબરકાંઠા, બનાસકાંઠા, મોરબી તથા કચ્છમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. આ પાંચ દિવસ વરસાદ દરમિયાન વીજળીના ચમકારા પણ થશે અને સપાટી પર પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક આસપાસ રહેશે.

 

 

 

 

હવામાન વિભાગ મુજબ, દરિયામાં વાવાઝોડાના પગલે પવનની ઝડપ 135-145 કિમી પ્રતિ કલાકથી 160 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી છે અને તે 16મી તારીખે મદ્ય રાત્રિએ 170 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જેના કારણે 18મી તારીખે વહેલી સવારે ગુજરાતના દરિયાકાંઠે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં સુસવાટા સાથે 170 કિમી પ્રતિ કલાકની તીવ્ર ગતિથી પવન ફૂંકાઈ શકે છે.

 

 

 

 

આવી જ રીતે ભરુચ, આણંદ, સાઉથ અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી જિલ્લામાં પણ સૂસવાટા સાથે ભારે પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગે જાહેરાત કરી છે.

 

 

 

સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવાઝોડાની આગાહીના પગલે સરકાર દ્વારા NDRFની ટીમોની ફાળવણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તમામ જિલ્લામાં મંત્રીઓને સ્ટેન્ડ ટુ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. જેમાં મંત્રીઓ વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી તમામ રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરશે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા તેમજ નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ અને સ્થળાંતરની જરૂરિયાત જણાય તો તે અને ફૂડ પેકેટ સહિતની તૈયારીઓ અંગે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે.

 

 

 

વાવાઝોડાના પગલે રાજ્યમાં કચ્છના 123, વલસાડના 84, સુરતના 39, ભરૂચના 30 અને ચરોતરના 15 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં કાંઠા વિસ્તારમાં ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવાને લઇને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!