ડીસામાં જૂની અદાવતમાં ચાર શખ્સોએ તલવાર-ધોકા વડે હુમલો કરતાં ત્રણ વ્યક્તિઓ ઘાયલ

Share

 

ડીસામાં ત્રણ યુવકો ઉપર ચાર શખ્સોએ ગુરૂવારે રાત્રે તલવાર અને ધોકાથી હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે. ત્યારે જૂની અદાવતમાં ત્રણ યુવકો ઉપર ચાર શખ્સોએ તલવાર અને ધોકાથી હુમલો કરી ફરાર થઇ ગયા છે. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસ પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

[google_ad]

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા શહેરના શિવનગર ચોકડી વિસ્તારમાં રહેતાં દેવેન્દ્રકુમાર જીવણજી ઠાકોર નહેરૂનગર ટેકરા પલટન મંદિરની બાજુમાં રહેતાં પરેશ ઉર્ફે શનિ નરેશભાઇ ગૌસ્વામી અને રાજ નરેશભાઇ ગૌસ્વામી ભેગા મળી રસોડાનું કામ કરીએ છીએ. ગુરૂવારે સાંજે રસોડાનું કામ પતાવી ઉંઝાથી ડીસા પરત આવ્યા બાદ દેવેન્દ્ર ઠાકોર, પરેશ ઉર્ફે શનિ ગૌસ્વામી અને રાજ ગૌસ્વામી બીજા વ્યક્તિઓને હીસાબ આપવા સંત અન્ના હાઇસ્કૂલ વિસ્તારમાં ગયા હતા અને પરત આવતાં ડીસા શહેરના પશુ બજાર નજીક આવેલ અગ્રેસન સર્કલની સામે અંકલ સેન્ડવીચની દુકાનમાં નાસતો કરતા હતા.

[google_ad]

 

 

 

 

તે દરમિયાન સાગરભાઇ ઠાકોર, સોનુભાઇ ઠાકોર, ભાવેશભાઇ ઠાકોર (તમામ રહે. નવાવાસ, ડીસા) અને જગાભાઇ ઉર્ફે મીટર ઠાકોર (રહે. ઓગડવાસ, ડીસા) ચારેય શખ્સો તલવાર અને ધોકો લઇને અગાઉનું મન દુઃખ રાખી પરેશ ઉર્ફે શનિને કહેતા હતા કે, તુ કેમ પ્રકાશ ભેગો ફરે છે તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યો હતો. જેથી પરેશ ઉર્ફે શનિએ કહેલ કે, અપશબ્દો શું કામ બોલો છો તેમ કહેતાં સાગર ઠાકોરે શનિને બાલથી પકડી નીચે પાડી દઇ તલવાર વડે હુમલો કર્યો હતો.

[google_ad]

 

 

 

 

જ્યારે જગા ઉર્ફે મીટરે શનિને ધોકા વડે હુમલો કર્યો હતો. જેથી દેવેન્દ્ર ઠાકોર અને રાજ ગૌસ્વામી પરેશ ઉર્ફે શનિને છોડાવવા વચ્ચે પડતાં ભાવેશ ઠાકોરે ધોકા વડે રાજને મોંઢાના દાતના ભાગ ઉપર હુમલો કર્યો હતો. જ્યારે સોનુ ઠાકોરે તલવાર વડે રાજ ઉપર હુમલો કર્યો હતો. આ ચારેય શખ્સોએ દેવેન્દ્ર ઠાકોરને ગડદા પાટુનો માર માર્યો હતો. જ્યારે પરેશ ઉર્ફે શનિ અને રાજ બેભાન અવસ્થામાં થઇ ગયા હતા.

[google_ad]

 

 

 

 

જ્યારે ચારેય શખ્સો જતાં જતાં કહેલ કે, હવે પછી જો તમે પ્રકાશ રાવળ ભેગા ફરશો તો તમને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપીને ફરાર થઇ ગયા હતા. જ્યારે 108 વાન મારફતે બંને ઇજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલ બાદ તબિયત નાજુક જણાતાં વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

 

 

 

 

From-Banaskantha update

 

 


Share