મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે : નૂતનવર્ષના સ્નેહમિલનમાં હાજર રહ્યા

Share

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠા જિલ્લા ભાજપના નૂતનવર્ષના સ્નેહમિલનમાં હાજર રહ્યા. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી.

[google_ad]

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાની મુલાકાતે હતા. જ્યાં નિરામય ગુજરાતના કાર્યક્રમ બાદ તેઓ ભાજપના નૂતનવર્ષના સ્નેહમિલનમાં સહભાગી બન્યા. જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સ્નેહમિલનમાં હાજર રહ્યા.

[google_ad]

જ્યાં ટકોર કરતા મુખ્યમંત્રીએ ભાજપના કાર્યકરોને કહ્યું કે, આગામી 2022ની ચૂંટણીમાં તમામ કાર્યકરો કામે લાગી જાય. પરિવાર મોટો હોય ત્યારે કેટલાક લોકોની નારાજગી તેમને વધુ હાંસિયામાં ધકેલી દે છે. જેથી વાદવિવાદ છોડી માત્ર પક્ષ માટે કામે લાગો.

[google_ad]

કાર્યકરો માટે સરકારના દ્વાર ખુલ્લા છે. સોમવાર અને ગુરૂવારે કાર્યકરો ગાંધીનગર પ્રશ્નો લઈ આવે તેનું નિરાકરણ થશે. ગુજરાત સરકાર પાસે વિકાસ માટે નાણાં ખૂટયા નથી. વડાપ્રધાનના આશીર્વાદથી ગુજરાતમાં વિકાસ અટકશે નહીં. ગુજરાત સરકાર પાસે વિકાસ માટે નાણાં ખૂબ છે.

 

From – Banaskantha Update


Share