ડીસામાં બી.એસ.એફના સાઇકલીસ્ટ જવાનોનું સન્માન કરાયું

- Advertisement -
Share

ડીસા ખાતે કાર્યરત રોટરી ક્લબ અને ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા દ્વારા ભુજથી અટારી ચેકપોસ્ટ સુધી સાયકલ યાત્રાએ નીકળેલા બી.એસ.એફ જવાનો માટે ડીસા રોટરી હોલ ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

[google_ad]

 

બી.એસ.એફને 50 વર્ષ પૂર્ણ થતાં ગોલ્ડન જુબલી અંતર્ગત સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે સાઇકલ રેલી 16 જુલાઈના દિવસે ભુજથી શરૂ કરવામાં આવી હતી અને 15 ઓગસ્ટ સુધી આ સાયકલ યાત્રા ચાલશે જેમાં બીએસએફના જવાનો કુલ 2500 કિલોમીટરની સાયકલ યાત્રા કરશે કુલ 15 જેટલા જવાનો સાયકલ યાત્રા કરશે અને 25 જવાનો તેમની મદદ માટે ટીમમાં જોડાશે.

[google_ad]

 

આમ 40 બીએસએફના જવાનો ભુજથી અટારી ચેકપોસ્ટ સુધી સાયકલ યાત્રા કરીને 15 ઓગસ્ટે અટારી બોર્ડર પર રાષ્ટ્રીય ધ્વજ લહેરાવશે. સાથે સાથે આ બીએસએફના જવાનો સાયકલ યાત્રા કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત, ફિટ ઇન્ડિયા, બેટી બચાવો બેટી પઢાઓ અને એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નનો પણ જોરશોરથી પ્રચાર કરશે.

[google_ad]

 

આ સન્માન સમારોહ ખાતે રોટરી ક્લબના આસિસ્ટન્ટ ગવર્નર શાંતિ ભાઈ ઠક્કર, પ્રેસિડેન્ટ ડોક્ટર પ્રવીણભાઈ ઠક્કર, સેક્રેટરી ગોપાલભાઈ જોષી, ભારત વિકાસ પરિષદ ડીસા મુખ્ય શાખા વતી પ્રમુખ રાજેશભાઈ ત્રિવેદી, મંત્રી નીરવભાઈ ચાંપાનેરી, ટ્રસ્ટી ડોક્ટર અજયભાઈ જોશી, ટ્રસ્ટી ડોક્ટર મનોજભાઈ અમીન, ટ્રસ્ટી પરેશભાઈ જીવરાણી તેમજ ભારત વિકાસ પરિષદના સભ્યો અને રોટરી કલબ ડીસાના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!