ગીતા રબારી સામે ‘ડાયરો’ કરવા માટે થઇ પોલીસ ફરિયાદ, ભાજપના પદાધિકારી સહિત 250 લોકો હાજર રહ્યા.

- Advertisement -
Share

વિવાદાસ્પદ ગીતા રબારી દ્વારા ઘેર બેઠા રસી લેવાનાં વિવાદ બાદ હવે તેમના ‘ડાયરા’ વિવાદ સર્જયો છે. કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરીને ડાયરાની મહેફિલ કરનારા ગીતા રબારી સામે પોલીસ કાર્યવાહી કરી છે. જેમાં જયંતિ ભાનુશાલી મર્ડર કેસનાં આરોપી એવા જયંતિ ઠક્કરના સાળા ઉપરાંત ગીતા સામે પણ પોલીસે ગુન્હો દાખલ કર્યો છે. સોસીયલ મીડિયામાં સરકારનાં નિયમોની ધજજીયા ઉડાવતા ડાયરાની વિડિઓ ક્લિપ વાયરલ થયા બાદ પોલીસે સ્વયંભૂ કાર્યવાહી કરી છે.

 

વિવાદ અને ગીતા રબારી સિક્કાની બે બાજુ છે ત્યારે ફરી એકવાર કોવિડ અંગેના નિયમનોને અવગણી ભુજ તાલુકામાં આવેલા રેલડી ફાર્મ હાઉસ ખાતે ડાયરાની મહેફિલમાં ગીતા રબારી જોવા મળ્યા હતા. જેની મંજૂરી લેવામાં આવી ન હતી અને 200થી પણ વધુ વ્યક્તિ રાતનાં નવ વાગ્યા પછી એકઠા થયા હતા. અગાઉ પણ આ પ્રકારનાં એક કાર્યક્રમ અંતર્ગત ગીતાનું પોલીસે નિવેદન લીધું હતું. અલબત્ત તે વખતે ગીતા સામે ગુન્હો નોંધાયો ન હતો.

 

રેલડી ખાતે આવેલા આ ફાર્મ હાઉસ પર આયોજિત થયેલા કાર્યક્રમ પોલીસે હિંમત કરીને ગીતા સામે પણ ગુન્હો દાખલ કર્યો છે. જે રીતે કચ્છનું તંત્ર અને પોલીસ ગીતાની આટલી બેદરકારી સામે લાજ કાઢી રહી છે તેને જોતા તેની પાછળ કોઈ મોટા નેતાનાં આશીર્વાદ હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ ઘેર બેઠા બેઠા રસી લેવાને મામલે ગીતા રબારી ચર્ચામાં આવ્યા હતા. જેમાં તંત્રએ એક પત્ર લખીને મામલા ઉપર ઠંડુ પાણી રેડી દઈને હેલ્થ વર્કરની બદલી કરી કેસ દબાવી દીધો હતો.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!