કાંકરેજ તાલુકાના ભલ ગામ ટોલ નાકા પર કોંગ્રેસ સમિતિએ આવેદન પત્ર આપ્યું

- Advertisement -
Share

કાંકરેજ તાલુકાના પાલનપુર રાધનપુર નેશનલ હાઇવે રોડ ઉપર આવેલા બે ટોલ ટેક્સ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે તારીખ 01/01/2021ના રોજ ફાસ્ટ ટ્રેક માટે ફરજિયાત કરવામાં આવે તે નિર્ણય લેવામાં આવ્યો છે.

ત્યારે આજે બપોરે બે વાગ્યે ભલગામ ટોલ નાકા પર કોંગ્રેસ સમિતિ પ્રમુખ અને બનાસકાંઠા જિલ્લાના ઉપ પ્રમુખ જિલ્લા પંચાયત બનાસકાંઠા સાથે કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા ટોલ મેનેજર ચોધરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને બનાસકાંઠા જિલ્લા કલેકટરને પણ આવેદનપત્ર આપવા જણાવ્યું હતું.

જોકે આ અંગે કોંગ્રસના પ્રમુખ હેમુભાઈ જોષીએ જણાવ્યું હતું કે આ ટોલટેક્સ પર આજુબાજુના ગામડાના લોકોને ટોલ ટેક્સ પર મુક્તિ મળે અને ફ્રી સેવા આપવામાં આવે તેવી સરકાર પાસે આશા વ્યક્ત કરી હતી. જો આ બાબતે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે લોક હિત માટે નિર્ણય લેવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરીને ગાંધી ચિંધ્યા માર્ગે જઈને સરકાર સામે રોષ વ્યક્ત કરવામાં આવશે.

આ બાબતે બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન ગોપાલ સિંહ સોલંકી, કાંકરેજ તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ મહિપતસિંહ વાઘેલા, જિલ્લા પંચાયત સભ્ય પુરનસિહ વાધેલા, વિનુભા સોલંકી, બલાજી રાઠોડ જિલ્લા પંચાયત સભ્ય તેમજ અન્ય આગેવાનો અને કાર્યકરો દ્વારા ટોલ નાકા પર વિરોધ કરીને ફાસ્ટ ટ્રેક બાબતે વિરોધ નોધાવ્યો હતો અને મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ બાબતે કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા ટોલ ટેક્સ મેનેજર દ્વારા આપવામાં આવેલા આવેદન પત્ર ઉપર સુધી પહોંચાડવા બદલ ખાત્રી આપી હતી.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!