ડીસાના જલારામ મંદિરની બાજુમાં પાર્ક કરેલ બજાજ પ્લેટીના બાઈકની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી પલાયન થઈ જતા ડીસા ઉતર પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં એક પછી એક મોટરસાઇકલની ઉઠાંતરીની ઘટના સામે આવી રહી છે. રોજ બરોજ બાઈકની ઉઠાંતરીની ઘટના બનતા પોલીસ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે ડીસાના લીલાશાનગર પાસે આવેલ બેકરી કુવા વ્હોળા ખાતે રહેતા આનંદકુમાર પ્રાણલાલ ઠકકર પત્રકાર તરીકે કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
તા 25/04/2022ના રોજ પોતાનું બજાજ કંપનીનું પ્લેટીના બાઈક નંબર GJ-08-CJ-7675નું લઇ રાત્રે આઠ વાગ્યાના સમયે ડીસાના જલારામ મંદિરની બહાર પાર્ક કરી મંદિર માં દર્શન કરવા ગયેલ અને દર્શન કરી અડધો કલાકમાં પરત જ્યાં તેમને પોતાનું મોટરસાઇકલ નંબર GJ-08-CJ-7675નું પાર્ક કરેલ ત્યાં જોવા મળેલ નહિ.
જે બાદ આનંદકુમાર ઠક્કરે આજુબાજુ તપાસ કરતા પોતાનું બજાજ કંપનીનું પ્લેટીના મોટરસાઇકલ નંબર GJ-08-CJ-7675 જેની કિંમત 73 હજાર વાળું ક્યાંય મળી આવેલ નહિ જે બાદ પોતાના બાઈકની ચોરી થઈ હોવાનું જાણવા મળતા જે બાદ આનંદકુમાર પ્રાણલાલ ઠકકરે ડીસા ઉતર પોલીસ મથકે અજાણ્યા ચોર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update