લ્યો… ડીસામાં સરકારી કચેરીઓના સંકુલમાં જ દારૂ : મામલતદાર કચેરીના પ્રાંગણની કચરાપેટીમાં બીઅરના કેન

- Advertisement -
Share

ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધીનો અમલ કરાવવાની જવાબદારી પોલીસ વિભાગની છે. પોલીસ વિભાગ પણ સરકારનો એક અંગ છે. પરંતુ સરકારનું આ અંગ દારૂબંધી રોકવામાં નિષ્ફળ નીવડી રહ્યું હોય તેવું ડીસાની વર્તમાન પરિસ્થિતી જોતાં જણાઈ રહ્યું છે.

શહેરમાં ખુલ્લે આમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. તેવામાં પોલીસ નામ માંત્રના કેશમાં કરવા ખાતરની કાર્યવાહી કરતી હોય છે. દારૂનું ચલણ એટલી હદ સુધી વધી ગયું છે કે સરકારી કચેરીઓ પણ તેનાથી બાકાત નથી રહી. ડીસા શહેરની મધ્યમાં આવેલી મામલતદાર કચેરીમાં પણ દારૂ પીવાતો હોવાના પુરાવા સામે આવ્યા છે.

ડીસા શહેરની મધ્યમાં આવેલી મામલતદાર કચેરીમાં ઘણી બધી સરકારી કચેરીઓ આવેલી છે. આ ઉપરાંત અહી ઈંટેલિજન્સ બ્યૂરોની કચેરી પણ છે. આ ઉપરાંત મોટાભાગની સરકારી કચેરીઓ આવેલી છે. તેવામાં આ પ્રાંગણમાં મૂકવામાં આવેલી કચરા પેટીઓમાં પ્રતિબંધિત બીયરના ટીન મળી આવતા પોલીસ અને સરકારની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

આ ઘટના પરથી સમજી શકાય છે કે સરકારી કચેરીઓમાં રાત્રિ દરમ્યાન શું શું થતું હશે. જે કચેરીઓ દિવસ દરમ્યાન અરજદારોથી ભરચક રહેતી હોય છે. તે જ કચેરીઓમાં આ રીતે પ્રતિબંધિત બીયરના ટીન મળી આવતી હોય તે કેટલી શરમજનક વાત છે. જ્યાથી આ ખાલી ટીન મળી આવ્યા છે તેનાથી માત્ર ગણતરીના ફૂટ દૂર સબજેલ આવેલી છે અને તેમાં કેદીઓને પણ રાખવામા આવે છે. તેવામાં આ કેદીઓની સુરક્ષા પર પણ સવાલ ઉઠી રહ્યા છે. આ ઘટના અંગે સરકારી અધિકારીઓ ભલે જવાબદારી ના સ્વીકારે પરંતુ આ સત્ય છે…

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!