ડીસા ખાતે ચૂંટણી લક્ષી સમજ આપવા અને સ્ટાફની નિમણુંક કરવા તાલીમવર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લા મ્યુ. ચૂંટણી અધિકારી અને જીલ્લા કલેકટર ઇવીએમ સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઇ ચૂંટણી લક્ષી સૂચનાઓ આપી હતી.
ડીસા નગરપાલીકાની સામાન્ય ચૂંટણી 2021 તા.28/02/2021ના રોજ યોજાનાર છે. જે ચૂંટણીના કામે ચૂંટણી સંચાલન ટુકડીને મતદાન મથકે રવાનગી કરવા તથા ચૂંટણી યોજાયા બાદ ચૂંટણી સામગ્રી પરત સ્વીકારવા માટે નીમણુંક આપેલ સ્ટાફ તેમજ મતગણતરી તા.02/03/2021ના કામે નીમણુંક આપેલ સ્ટાફની તાલીમ આપવા માટેનો તાલીમવર્ગ ડીસા ખાતે યોજાયો હતો.
જ્યારે આ કાર્યક્રમ ચૂંટણી અધિકારી ડીસા નગરપાલીકા વોર્ડ નંબર 1 થી 6 અને નાયબ કલેકટર ડીસા તથા ચૂંટણી અધિકારી ડીસા નગરપાલીકા વોર્ડ નંબર 7 થી 11 અને નાયબ કલેકટર ધાનેરાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

જેમાં બંન્ને ચૂંટણી અધિકારીઓએ વિસ્તૃત સમજ આપી હતી. ત્યાર બાદ જીલ્લા મ્યુ. ચૂંટણી અધિકારી અને કલેકટર બનાસકાંઠા પાલનપુર આનંદ પટેલે ઇવીએમ સ્ટ્રોંગ રૂમની મુલાકાતે લીધી હતી. જેમણે સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઇ ચૂંટણી લક્ષી સૂચનાઓ આપી હતી. જ્યારે ડીસા નગરપાલીકાની 11 વોર્ડ પર કુલ 92,665 મતદારો 88 મતદાન મથક ઉપરથી મતદાન કરશે.
From – Banaskantha Update