પાલનપુરના ગણેશપુરામાં 8 મકાનોને નગરપાલિકાએ દબાણો દૂર કરવા નોટીસ આપતાં સ્થાનિક લોકોએ જીલ્લા કલેક્ટરને રજૂઆત કરી

- Advertisement -
Share

નગરપાલિકા દ્વારા ગણેશપુરા વિસ્તારમાં સર્વે કરી માપણી કરાઇ : સ્થાનિક લોકોને પ્લોટીંગની વ્યવસ્થા કરવા કલેક્ટરને રજૂઆત કરી

 

પાલનપુર ગણેશપુરામાં નગરપાલિકા દ્વારા 8 થી વધુ રહીશોને દબાણો દૂર કરવા નોટીસ આપી હતી. જેને પગલે પરિવારજનોએ ગુરુવારે જીલ્લા કલેક્ટર કચેરી કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
નગરપાલિકા દ્વારા ગણેશપુરા વિસ્તારમાં સર્વે કરી માપણી કરાઇ હતી. કેટલાંક કાચા અને પાકા મકાનોમાં નગરપાલિકા દ્વારા નોટીસ અપાઇ હતી. જેના પગલે રહીશો કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા.

 

પાલનપુર ગણેશપુરા વિસ્તારમાં રહેતાં લોકોને 8 જેટલાં મકાન તોડી પાડવામાં મામલે પાલનપુર નગરપાલિકા દ્વારા નોટીસ અપાઇ હતી.
જેના પગલે નોટીસ આપતાં રહીશો જીલ્લા કલેક્ટર કચેરીમાં ગુરુવારે દોડી પહોંચ્યા હતા અને કલેકટર આનંદ પટેલને રજૂઆત કરી હતી. રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ‘અમારા ઘર તોડી પાડશો તો અમારે જાવું ક્યાં ? એવી રજૂઆત કરી હતી.’

 

આ અંગે સ્થાનિક મહીલા અગ્રણીએ જણાવ્યું હતું કે, ‘અમે કલેક્ટરને કહેવા આવ્યા છીએ. અમારી અરજી સાંભળે નોટીસો અમને આપી છે. એમનો વાયદો પૂરો થાય છે.
અમે લોકો છોકરાઓ ઘર બાર બધું લઇને અત્યારે ક્યારે જઈએ ? બધાને નાના છોકરાઓ છે. અમને કંઈક તો ન્યાય મળવો જોઇએ. એટલે કલેક્ટરને વિનંતી છે કે, કઇ જગ્યા આપે રહેવા માટે પ્લોટીંગની વ્યવસ્થા કરી આપે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!