પાલનપુરમાં ડમ્પીંગ સાઇટ પરથી કચરો દૂર કરવા અલ્ટીમેટમ : વિપક્ષના નેતાએ આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી

- Advertisement -
Share

40 દિવસમાં આ કચરાનો અહીંથી નિકાલ કરવાની માંગ કરાઇ છે

 

પાલનપુર નગરપાલિકાની ડમ્પીંગ સાઇટ પર કચરાના મોટા ઢગલા થઇ જતાં આજુબાજુના ગામના લોકો મુશ્કેલીમાં મૂકાયા હોવાની વિપક્ષના નેતાએ રજૂઆત કરી છે.
40 દિવસમાં આ કચરાનો અહીંથી નિકાલ કરવાની માંગ કરાઇ છે. જો કચરો દૂર ન થાય તો આત્મવિલોપન કરવાની વિપક્ષના નેતાએ ચિમકી ઉચ્ચારી છે.

પાલનપુર નગરપાલિકાના નેતા વિપક્ષ અંકીતાબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ‘પાલનપુરમાં તો 4 એન્જીનવાળી સરકાર છે. તેમ છતાં નગરપાલિકાની ડમ્પીંગ સાઇટ પરથી કચરો દૂર કરવામાં આવતો નથી.
કચરાના ઢગલાના કારણે અહીંથી પસાર થતાં ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો નગરપાલિકા દ્વારા આ કચરાના ઢગલા 40 દિવસમાં દૂર કરવામાં નહીં આવે તો હું આત્મવિલોપન કરીશ.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!