પાટણમાં ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ : દેસાઈ યુવકો પર છરીના ઘા ઝીંકી થયું ફાયરિંગ, એક યુવકનું મોત

- Advertisement -
Share

પાટણ જિલ્લાના હારીજ શહેરમાં આજે ધોળે દિવસે ખૂની ખેલ ખેલાયો હતો. આજે સવારે હારીજમાં ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનામાં બે રબારી સમાજ યુવકો પર છરીથી હુમલો કરી 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે જ્યારે એકની હાલત ગંભીર હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

 

બનાવની પ્રાથમિક વિગતો મુજબ હારીજ એ.પી.એમ.સી પાસે આજે ફાયરિંગ થયું હતું. અજાણ્યા શખ્સોએ આવી અને બે યુવકો પર ફાઈરિંગ કર્યું હતું. લોકોએ ફાયરિંગના પગલે નાસભાગ મચાવી હતી. જોતજોતામાં બાબુ દેસાઈ નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

 

હારીજ માર્કેટિંગ યાર્ડ પાસે આજે રબારી સમાજના બે યુવકો પર અજાણ્યા શખ્સો ધસી આવી અને પહેલાં છરીના ઘા ઝીંક્યા હતા ત્યારબાદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કરી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા જેમાં બાબુ દેસાઈ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

 

 

ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો અને પોલીસે હુમલાખોરોની ભાળ મેળવવાની શરૂ કરી. આ મામલે પ્રાથમિક રીતે એક જ જ્ઞાતિના યુવકો વચ્ચે અંગત અદાવતમાં ખૂની ખેલ ખેલાયો હોવાની આશંકા છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!