ડીસામાં ગટરમાં ટ્રક ખાબકી : સદ્દનસીબે મોટી જાનહાની ટળી

- Advertisement -
Share

બાજરી ભરેલી ટ્રકનું ટાયર અચાનક ગટરમાં ઘૂસી જતાં લોકોના ટોળેટોળા ઉમટી પડયા

 

ડીસાની લક્ષ્મીનારાયણ સોસાયટી નજીક સોમવારે રાત્રિના સમયે બાજરી ભરેલી ટ્રકનું ટાયર અચાનક ગટરમાં ઘૂસી જતાં લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. પરંતુ સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા 2 દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.

જેના કારણે ખેડૂતો અને શહેરી વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સીઝનના પ્રથમ વરસાદના આગમનથી હાલ લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી.

ત્યારે બીજી તરફ ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં પડેલા વરસાદના કારણે અનેક જગ્યાઓએ પશુઓના મોત નિપજ્યા છે.

 

અને પાકમાં નુકશાન તેમજ ક્યાંકને ક્યાંક વાહનો ગટરોમાં ઘૂસી જવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સોમવારે રાત્રે ડીસાની લક્ષ્મીનારાયણ સોસાયટી નજીક પણ આવી એક ઘટના સામે આવી હતી.

 

જેમાં રામપુરા ગામથી એક ટ્રક બાજરી ભરીને બગીચા સર્કલથી લક્ષ્મીનારાયણ સોસાયટી તરફ જઇ રહી હતી.

 

તે સમયે ટ્રકના ડ્રાઇવરે લક્ષ્મીનારાયણ સોસાયટી નજીક પોતાની ટ્રક સાઇડમાં કરવા જતાં ટ્રકનું પાછળનું ટાયર ગટરમાં ઉતરી ગયું હતું.

 

ટ્રકનું ટાયર ગટરમાં ઘૂસતાની સાથે જ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. પરંતુ આ ઘટનામાં સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી.

 

આમ તો દિવસ દરમિયાન લક્ષ્મીનારાયણ સોસાયટી નજીક મોટી સંખ્યામાં લોકોની અવર-જવર રહેતી હોય છે. ખાસ કરીને શાકભાજીનું વેચાણ કરતાં મજૂર વર્ગના લોકો લક્ષ્મીનારાયણ સોસાયટી રોડ પર બેઠા હોય છે.

 

પરંતુ રાત્રિનો સમય હોવાના કારણે આ સોસાયટી નજીક કોઇ વ્યક્તિ હતું નહીં. જેના કારણે મોટી જાનહાની ટળી હતી.

 

જે બાદ સ્થાનિક મજૂરીયાની મદદથી ટ્રકમાં પડેલ તમામ બાજરીના કટ્ટા નીચે ઉતારી ટ્રકને ગટરમાંથી બહાર નીકાળવામાં આવી હતી.

 

ટ્રક જે પ્રમાણે ઘરમાં ઘૂસી છે તે જોતાં આ ગટરનું કામકાજ હલકી ગુણવત્તાવાળુ કરવામાં આવ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.

 

ત્યારે તંત્ર દ્વારા હલકી ગુણવત્તાવાળુ કામકાજ કરતાં કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો ચોમાસામાં વાહનો ગટરોમાં ઘૂસવાના બનાવો અટકી શકે તેમ છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!