મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સમયે રૂ. 1.34 કરોડની રોકડ સાથે યુવકને પોલીસે ઝડપ્યો

- Advertisement -
Share

આંગડિયા પેઢીનો કર્મી રોકડ 1.34 કરોડના આધાર પુરાવા ન આપી શકતા રોકડ જપ્ત પોલીસે ઝપ્ત કરી

 

રાજ્યમાં આગામી 21મી ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી દરમિયાન દારૂ અને રોકડની હેરાફેરી પર પોલીસ અને ચૂંટણીપંચ ખાસ વોચ રાખતું હોય છે. રામોલ પોલીસે રૂ. 1.34 કરોડની રકમ સાથે આંગડિયા પેઢીના કર્મચારીની રિંગ રોડ પરથી અટકાયત કરી. યુવકને રોકડ રકમ અંગે પુછતાં તેની પાસે રકમ બાબતે કોઈ આધાર પુરાવા ન હોય રૂ. 1.34 કરોડની રકમ કબ્જે કરી કાર્યવાહી કરવામાં આવી.

 

 

ચૂંટણી દરમિયાન મતદારોને રિઝવવા માટે રોકડ રકમ અને દારૂની લાલચ ન આપવામાં આવે તેને લઈ ચૂંટણીપંચ દ્વારા પોલીસને ખાસ સૂચના આપવામાં આવે છે. ત્યારે રામોલ પોલીસે રિંગ રોડ પર દાલબાટી રેસ્ટોરાં પાસેથી બાતમીના આધારે ભાવેશ વાળંદ (ઉ.વ.28- રહે. વાણીયા શેરી, સોખડા)ની રૂ 1.34 કરોડ સાથે અટકાયત કરી લીધી હતી.

 

Advt

 

રામોલ પીઆઇ કે.એસ. દવેના જણાવ્યા મુજબ, ભાવેશ નવરંગપુરા પી. પ્રવીણ નામની આંગડિયા પેઢીમાં નોકરી કરે છે અને આ રોકડ રકમ મુંબઈ મલાડ ખાતે આપવા જતો હોવાનું જણાવે છે. જો કે, આ રૂપિયા કોના છે તે બાબતે કોઈ આધાર પુરાવા ન હોવાથી તેની અટકાયત કરી રોકડ રકમ કબ્જે કરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!