દાંતીવાડાના વાધરોલ નજીક પીકઅપ ડાલાના ચાલકે રીક્ષાને અડફેટે લેતા પિતા-પુત્રનું મોત

- Advertisement -
Share

દાંતીવાડા તાલુકાના વાધરોલ ગામ નજીક પીકઅપ ડાલાના ચાલકે રીક્ષાને અડફેટે લેતા પિતા-પુત્રનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજયું હતું. જયારે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

 

 

 

આ અગે દાંતીવાડા પોલીસને અકસ્માતની જાણ થતાં દાંતીવાડા પોલીસની ટીમ ધટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે. પિતા-પુત્રની લાશને પી.એમ. અર્થે દાંતીવાડા સી.એચ.સી. માં ખસેડાઈ. જયારે પીકઅપ ડાલાનો ચાલક પીકઅપ ડાલું મૂકી ફરાર થઈ ગયો. આ અગે દાંતીવાડા પોલીસે અક્સમાતે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

આ અક્સમાતની વિગત એવી છે કે, દાંતીવાડા તાલુકાના વાધરોલ ગામ નજીક રીક્ષામાં સવાર પાલનપુર તાલુકાના ભટામલ મોટી ગામના રાવળ સમાજના પિતા-પુત્ર કામ અથે જઈ રહ્યા હતા. તે દરમિયાન પીકઅપ ડાલા ન. GJ-08-AU-3329 ના ચાલકે રીક્ષા ન. Gj-27-V-5431 અડફેટે લેતા પિતા-પુત્રનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું મોત નીપજ્યું હતું.

 

 

 

 

આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. જયારે પરિવારજનોમાં ધેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી તેમજ પિતા-પુત્રનુ મોત નીપજતા ગામમાં ધેરા શોકનું મોજું ફરી વળ્યું હતું. જયારે આ અગે દાંતીવાડા પોલીસને અકસ્માતની જાણ થતાં દાંતીવાડા પોલીસની ટીમ ધટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે. જયારે પિતા-પુત્રનુ લાશને પી.એમ. અર્થે દાંતીવાડા સી.એચ.સી. માં ખસેડાઈ છે. આ અંગે દાંતીવાડા પોલીસે અક્સમાતે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!