ડીસા હાઇવે પરથી કોરોના મહામારી વચ્ચે મોટી માત્રામાં બાયો ડીઝલનો જથ્થો ઝડપાયો

- Advertisement -
Share

ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી કેટલાંક શખ્સો દ્વારા રૂપિયા કમાવવાની લાયમાં ગેરકાયદેસર રીતે બાયો ડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જોકે, અગાઉ પોલીસે જીલ્લાના જૂદા-જૂદા ગામોમાંથી બાયો ડીઝલનો જથ્થો મોટી માત્રામાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

 

 

ત્યારે ડીસા હાઇવે ઉપર પણ બાયો ડીઝલનું ખૂલ્લે આમ વેચાણ થઇ રહ્યું હોવાની બાતમીના આધારે ગુરૂવારે બપોરે દક્ષિણ પોલીસ અને શહેર મામલતદાર સહીતની ટીમે ડીસા પાલનપુર હાઇવે ઉપર આવેલ શોપિંગમાં એક દુકાનમાં દરોડો પાડી મોટી માત્રામાં બાયો ડીઝલનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

ડીસા-પાલનપુર હાઇવે ઉપર આવેલ શોપિંગમાં એક દુકાનમાં છેલ્લા ઘણા સમયથી કેટલાંક શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે બાયો ડીઝલનું વેચાણ થઇ રહ્યું હતું. જોકે, ગુરૂવારે આ મામલે પોલીસને જાણ થતાં દક્ષિણ પી.આઇ.વાય.એમ. મિશ્રા અને શહેર મામલતદાર લાલજીભાઇ મકવાણા સહીતની ટીમે સ્થળ પર જઇ દરોડો પાડતાં ત્યાંથી મોટી માત્રામાં બેરલોમાં ભરેલો બાયો ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો.

 

 

 

જેથી તંત્ર દ્વારા તમામ જથ્થો સીઝ કરી તેના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જોકે, મોડે સુધી કાર્યવાહી ચાલુ હોવાથી કેટલો જથ્થો સીઝ કરાયો છે તેની વિગત જાણી શકાઇ ન હતી. તંત્રની આ કાર્યવાહીથી ગેરકાયદેસર રીતે બાયો ડીઝલનો વેચાણ કરતાં તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!